રાહુલ ગાંધીએ આ રીતે ઉજવી દિવાળી, રંગકામ પણ કર્યું અને દીવા પણ બનાવ્યા
નવી દિલ્હી: દિવાળીના તહેવાર પહેલા સમાન્ય રીતે ઘરમાં સાફ સફાઈ અને રંગકામ કરવામાં આવતું હોય છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ તેના ઘરે રંગકામ કરતા જોવા મળ્યા હતાં. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર (Rahul Gandhis Diwali celebration) કર્યો છે. આ વીડિયોમાં તે રંગકામ કરતા શ્રમિકો અને દીવા બનાવતા કુંભારો સાથે વાતો કરતા અને કામ કરતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયો શેર કરતા તેણે લખ્યું કે જેમની મહેનતે ભારતને રોશન કર્યું છે તેમની સાથે દિવાળી.
આ વીડિયોમાં રાહુલ ગાંધી સાથે તેમની બહેન પ્રિયંકાનો દીકરો રેહાન જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં રેહાન સાથે વાત કરતી વખતે રાહુલ ગાંધી કહે છે, “સામાન્ય રીતે જ્યારે આપણે દિવાળી ઉજવીએ છીએ ત્યારે આપણે એવા લોકો સાથે વાત નથી કરતા જે આપણા ઘરમાં ખુશીઓ લાવે છે. આજે મારે તેમની સાથે વાત કરવી છે અને તેમની સમસ્યાઓ જાણવી છે.”
આ વીડિયોમાં તે રંગકામ કરતા શ્રમિકો સાથે કામ કરતા જોવા મળ્યા હતાં. આ દરમિયાન તેમણે રેહાનને પણ કામ કરવા કહ્યું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે તેમના હાથમાં પણ બળતરા થઈ રહી છે. આ કામ દેખાય છે એટલું સરળ નથી.
Also read: Elon Musk ની સ્ટારલિંક અને એમેઝોન સેટેલાઈટ સેવાની મુશ્કેલીઓ વધી, સરકારે માંગી આ સ્પષ્ટતા
વીડિયોમાં રાહુલ ગાંધી કુંભારો સાથે દીવા બનાવતા પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેઓ દીવા બનાવતી મહિલાઓ સાથે વાત કરે છે. તેઓ પોતે દીવો બનાવે છે અને કુમ્હારન અમ્મા સાથે વાત કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે હું જાણું છું કે હું સારું કામ નથી કરી રહ્યો અને આ માટે ત્રણ મહિનાનો કોર્સ કરવો પડશે. આટલું કહીને તેઓ હસવા લાગે છે. આ દરમિયાન કુમ્હારન અમ્મા રાહુલ ગાંધીને પોતાનો દીકરો કહે છે.