સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયામાં ભારતીય બોલરોનું શાનદાર પ્રદર્શન, આ બોલરે 46 રનમાં 6 વિકેટ લીધી

ક્વીન્સલેન્ડ: ઇન્ડિયા A ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ટીમ ઓસ્ટ્રેલિયા A ટીમ સામે 2 મેચની ટેસ્ટ મેચની સિરીઝ રમી રહી છે. પહેલા મેચનો પ્રથમ દિવસ યજમાન ઓસ્ટ્રેલિયન ટીમના પક્ષમાં રહ્યો હતો, ત્યારે બીજા દિવસની રમતમાં ટીમ ઈન્ડિયાએ મજબુત પકડ મેળવી, જેમાં ફાસ્ટ બોલર મુકેશ કુમારે મોટું યોગદાન આપ્યું.

Also read: IND vs NZ 3rd Test: ન્યૂઝીલેન્ડે ટોસ જીતી કર્યો આ નિર્ણય; બંને ટીમમાં બદલાવ,આવી રહેશે પીચ

પ્રથમ દિવસની ગેમમાં ઇન્ડિયા A ટીમ 107 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ, જયારે ઓસ્ટ્રેલિયા A ટીમ પ્રથમ ઇનિંગમાં 195 રનના સ્કોર પર ઓલ આઉટ થઇ. ભારતીય ટીમના બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ઓસ્ટ્રેલીયન ટીમ વધુ લીડ ન મેળવી શકી.

આ મેચમાં ઇન્ડિયા A ટીમ ઓસ્ટ્રેલિયા A ટીમ સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી, પરંતુ સમગ્ર ટીમ માત્ર 107 રન જ બનાવી શકી. આ પછી ભારતીય બોલરોએ પણ યજમાન ટીમની પ્રથમ ઇનિંગને ઝડપથી સમેટી લીધી. આમાં સૌથી મોટી ભૂમિકા ફાસ્ટ બોલર મુકેશ કુમારની હતી, જેણે 18.4 ઓવર ફેંકી અને માત્ર 46 રન આપ્યા અને ઓસ્ટ્રેલિયાની ટીમના 6 ખેલાડીઓને આઉટ કર્યા.

Also read: IPLમાં હાર્દિક-બુમરાહ સહિત કયા ગુજરાતી ક્રિકેટરને કેટલા કરોડમાં રિટેન કરવામાં આવ્યા? જાણો

ઓસ્ટ્રેલિયા સામે 22 નવેમ્બરથી શરૂ થઈ રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ પ્રસિદ્ધ કૃષ્ણએ પણ 3 વિકેટ લીધી, જ્યારે નીતિશ રેડ્ડીએ એક વિકેટ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button