ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

રશિયાએ ગુગલને ફટકાર્યો વિશ્વની કુલ સંપત્તિ કરતાં પણ વધુ દંડ

સોશિયલ મીડિયા પર આજકાલ રશિયાએ ગુગલ પર લગાવેલા દંડની ચર્ચા થઇ રહી છે. આ દંડની રકમ સામાન્ય માણસની કલ્પનાની બહાર છે. રશિયન કોર્ટે રશિયન મીડિયાને યુટ્યુબ પર તેમના સમાચાર પ્રસારિત કરવાની તક ન આપવા બદલ ગૂગલને ઠપકો આપ્યો છે અને ગૂગલ પર એવો દંડ લગાવ્યો છે, જે જાણીને બધા ચોંકી ગયા છે, કારણ કે આટલા નાણા તો પૂરી દુનિયામાં પણ નથી. દંડની રકમ એટલી મોટી છે કે તેને લખવા માટે, 1 ની આગળ 36 શૂન્ય મૂકવા પડશે, જે કંઈક આવું દેખાશે – 25000000000000000000000000000000000000 ડોલર. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સમગ્ર વિશ્વનો જીડીપી પણ આ આંકડાની નજીક ન આવી શકે. રશિયાએ આ દંડને પ્રતીકાત્મક પગલા તરીકે વર્ણવ્યો છે જેનો હેતુ Google ને રશિયન બ્રોડકાસ્ટર્સ પરના તેના વલણ પર પુનર્વિચાર કરવા દબાણ કરવાનો છે.

હવે એવો સવાલ ઊભો થવો સ્વાભાવિક છે કે રશિયાની કોર્ટે કયા કેસમાં ગૂગલ પર આટલો મોટો દંડ ફટકાર્યો છે જે ચૂકવવો અશક્ય છે. એક અહેવાલ મુજબ, આ મામલો યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન બન્યો હતો. ગૂગલે ક્રેમલિન (રશિયા) તરફી અને સરકારી મીડિયા આઉટલેટ્સના એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, અને રશિયાની વારંવાર વિનંતીઓ છતાં, આ એકાઉન્ટ્સ પરના પ્રતિબંધ દૂર કરવાનો ઇનકાર કર્યો હતો. આ કારણોસર, રશિયાએ ગૂગલ પર 2.5 ડિસિલિયન રુબેલ્સનો દંડ લગાવ્યો છે, જે 100 ટ્રિલિયન ડોલરના કુલ વિશ્વ જીડીપી કરતાં વધુ છે. ચાર વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ આ ગણતરી કરવામાં આવી છે. આ રકમ વિશ્વ બેંક દ્વારા અંદાજવામાં આવેલા 100 ટ્રિલિયન ડોલરના વૈશ્વિક જીડીપી કરતાં ઘણી વધારે છે.

યુએસ પ્રતિબંધોને કારણે 2020 માં, Google ની માલિકીની YouTube એ અલ્ટ્રા-નેશનાલિસ્ટ રશિયન ચેનલ ત્સારગ્રાડ પર પ્રતિબંધ મૂક્યો હતો. કાનૂની લડાઈ શરૂ કરી હતી. હવે પુતિનના સંરક્ષણ મંત્રાલયની માલિકીના ઝવેઝદા સહિત 17 રશિયન મીડિયા સ્ટેશન તેમના પર પ્રતિબંધ મૂકવા બદલ Google પર દાવો કરી રહ્યા છે.

આ પણ વાંચો….દરેક મોરચે નિષ્ફળ કેનેડાની નવી ચાલ, હવે ભારતને સાયબર ખતરો ગણાવ્યું

ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટની 2023ની આવક 307 બિલિયન ડોલર હતી. 1 બિલિયન ડૉલર લગભગ 8400 કરોડ રૂપિયા છે. હવે જો આપણે તે મુજબ જોઈએ તો આલ્ફાબેટની આવક 307 બિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 25,78,800 કરોડ થાય છે. પરંતુ આટલી મોટી આવક હોવા છતાં, આલ્ફાબેટ માટે રશિયા દ્વારા લાદવામાં આવેલ 2.5 ટ્રિલિયન ડોલરનો દંડ ચૂકવવો અશક્ય છે. આલ્ફાબેટ અને ગૂગલ જેવી મોટી કંપનીઓની કુલ આવક ઉમેરવામાં આવે તો પણ દંડની રકમ ઘણી મોટી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker