સ્પેનમાં પૂરે સર્જી તારાજી, મૃત્યુઆંક વધીને 140 થયો

મેડ્રીડ: મુશળધાર વરસાદ બાદ સ્પેનમાં હાલ ભયાનક પૂર (Flood in Spain) આવ્યું છે, આ પ્રચંડ પૂરના કારણે ઘણા ગામડાઓમાં ભારે ખુવારી થઇ છે, અહેવાલ મુજબ અત્યાર સુધી 140 લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, હજુ ઘણા લોકો ગુમ છે. હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે, આ પુર આ સ્પેનમાં આવેલી આ સદીની સૌથી ભયાનક કુદરતી આપત્તિ છે.
સ્પેનના રસ્તાઓ પર હજારો વાહનો કીચડમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. સ્પેનના પરિવહન પ્રધાન ઓસ્કર પુએન્ટેએ કહ્યું કે, “કમનસીબે કેટલાક વાહનોમાં મૃતદેહો મળી રહ્યા છે.”
પૂર પછીનું દ્રશ્ય સુનામીથી થયેલા નુકસાન જેવું લાગી રહ્યું છે. સ્પેનના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં મંગળવારથી શરૂ થયેલો મુશળધાર વરસાદ બુધવારે ચાલુ રહ્યો હતો, જેનાથી પૂરની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી.
સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝે કહ્યું કે ઘણા શહેરો પૂરથી પ્રભાવિત થયા છે. તેમણે એક સંબોધનમાં કહ્યું કે, “જેઓ તેમના પ્રિયજનોને શોધી રહ્યા છે, એ લોકોના દુઃખને સમગ્ર સ્પેન અનુભવી રહ્યું છે. અમારી પ્રાથમિકતા તમને મદદ કરવાની છે. અમે તમામ જરૂરી સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ જેથી કરીને અમે આ દુર્ઘટનામાંથી રાહત મળી શકે.”
Also Read – સ્પેનમાં યુરોપનું ભયાનક પૂરઃ 95 લોકોનાં મોત, જનજીવનને અસર
પોલીસ અને રરેસ્ક્યુ સર્વિસ લોકોને ઘરો અને કારમાંથી બચાવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. સેના અને ઈમરજન્સી ટીમોના 1100 કર્મચારીઓ પૂરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. સ્પેનની સરકારે બચાવ કાર્યમાં મદદ કરવા માટે કટોકટી સમિતિની રચના કરી છે.