દરેક મોરચે નિષ્ફળ કેનેડાની નવી ચાલ, હવે ભારતને સાયબર ખતરો ગણાવ્યું
કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકાર ભારતને લઈને સૌથી નીચી પાયરી પર આવી ગઈ છે. કેનેડાની અંદર ખાલિસ્તાનવાદીઓની હત્યાના બનાવટી આરોપો બાદ કેનેડાએ નવી ફરિયાદ કરી છે. કેનેડાએ હવે ભારતને સાયબર ખતરો ગણાવ્યો છે. હદ તો વાતની છે કે સાયબર ખતરો જાહેર કરવાની સાથે કેનેડાએ ભારતને તેનો સત્તાવાર દુશ્મન પણ જાહેર કર્યો છે. તેણે ભારતને ચીન, રશિયા અને ઉત્તર કોરિયાની સમાન શ્રેણીમાં રાખ્યું છે.
કેનેડાના કોમ્યુનિકેશન્સ સિક્યોરિટી એસ્ટાબ્લિશમેન્ટ (CSE) એ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારત વિદેશમાં રહેતા ખાલિસ્તાનીવાદીઓને શોધી કાઢવા અને તેમની દેખરેખ રાખવા માટે સાયબર ક્ષમતાઓનો ઉપયોગ કરી રહ્યું છે. આ સિવાય કેનેડાના સરકારી નેટવર્ક પર સાયબર એટેકની પણ વાત કરવામાં આવી છે.
ટ્રુડો સરકારનો આ નવો પેંતરો એવા સમયે પ્રકાશમાં આવ્યો છે જ્યારે તેના NSA અને નાયબ વિદેશ પ્રધાને અખબારમાં ભારત વિરુદ્ધ ગપસપ કરવાનું કેમેરા સામે કબુલ્યું છે. બંનેએ તેને ‘મીડિયા સ્ટ્રેટેજી’ ગણાવી આ બાબતે ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો…..મોઝામ્બિકમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પછી બબાલઃ વિરોધ પ્રદર્શનોમાં ૧૦નાં મોત
શીખ સમુદાય માટે ભારતની બહાર સૌથી મોટું ઘર કોઇ હોય તો તે કેનેડા છે. અહીં મોટી સંખ્યામાં ખાલિસ્તાનવાદીઓ પણ રહે છે જેઓ સ્વતંત્ર શીખ રાજ્યની માંગ કરી રહ્યા છે. કેનેડા પહેલા જ ભારત પર હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવી ચૂક્યું છે. નિજ્જરની વર્ષ 2023માં વેનકુંવરમાં હત્યા કરવામાં આવી હતી. ખાલિસ્તાની ચળવળમાં તેનું મોટું નામ હતું.
ભારતીય રાજદ્વારીઓ પર સીધો આરોપ લગાવ્યા પછી પણ ટ્રુડોને સ્થાનિક મોરચે કોઈ રાહત મળી નહીં ત્યારે તેણે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ પર આરોપ લગાવ્યા હતા.