મેટિનીસ્પેશિયલ ફિચર્સ

સૈયાં જૂઠોં કા બડા સરતાજ નિકલા…!

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

ચેટ શોમાં દંભી – બંડલ સવાલ – જવાબનો મારો ચલાવનારા કરણ જોહરે ‘અમે બધા જુઠ્ઠાડા છીએ’ એવો પ્રામાણિક ખુલાસો કર્યો છે, બોલો!

આલિયા, દિવ્યા, કરણ

શમ્મી કપૂરે૧૯૭૬માં ‘બંડલબાજ’ નામની ફિલ્મ બનાવી હતી. એ વાત બંડલ (ગપગોળો) નથી, હકીકત છે. ફિલ્મમાં રાજેશ ખન્નાનું પાત્ર પોતાના પિતા શ્રીમંત છે એવી બંડલ મારે છે એ વાત પણ સાચી છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી બંડલબાજી વર્ષોથી ચાલતી આવી છે.

જોકે, પોતાના ચેટ શોમાં દંભી – બંડલ સવાલ – જવાબનો મારો ચલાવનારા નિર્માતા – દિગ્દર્શક કરણ જોહરે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં બોક્સ-ઓફિસ કલેક્શન મુદ્દે, કલાકારની વરણીમાં પ્રામાણિકતાની બાબતે તેમ જ ફિલ્મ વિશે સેલિબ્રિટીઓના અભિપ્રાયની સચ્ચાઈ – પ્રામાણિકતા અંગે ખુલાસો કરી બોલિવૂડની પોલ ખોલવાની કોશિશ કરી છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બોક્સ-ઓફિસ કલેક્શન (ટિકિટ વેચાણનો વકરો) વિશે એકાદ વર્ષથી બહુ ઉહાપોહ થઈ રહ્યો છે. કલેક્શનની સચ્ચાઈ અંગે આડકતરા ઈશારાઓ અનેક થતા હતા, પણ વેબ સિરીઝના પ્રમોશન વખતે ‘એસઆરકે (શાહરુખને) એક સવાલ કરવાનો હોય તો તું શું પૂછે?’ એવા સવાલના જવાબમાં કાજોલે કહ્યું હતું કે ‘શાહરુખને કયો સવાલ કરું?’ એટલું બોલી વિચારવા લાગી અને થોડીક્ષણ પછી કહ્યું કે ‘ફિલ્મ ’પઠાન’એ ખરેખર કેટલી કમાણી કરી? એવા ેસવાલ કરું’ અને પછી ખડખડાટ હસી પડી. શાહરુખ – કાજોલ માત્ર કો-સ્ટાર નથી, પણ દિલોજાન મિત્રો છે (આ બંડલ નથી) એ વાત જગજાહેર છે. એટલે કાજોલના જવાબને સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ શાહરુખ સાથેની મનોરંજક નોકજોકમાં ખપાવી દીધો તો કેટલાક એવા પણ હતા, જેમણે બોક્સ-ઓફિસ કલેક્શન પર શંકા ઉઠાવી. કાજોલે તો કિંગ ખાનનું અપમાન કર્યું એવી પ્રતિક્રિયા પણ આપી. પ્રભાસની ‘સલાર’ અને ‘ડંકી’ એક જ સમયે રિલીઝ થઈ હતી. પ્રભાસની ફિલ્મ ૩૦૦ ક

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button