પુણ્ય છપ્પર ફાડીને આપે છે ને પાપ થપ્પડ મારીને પાછું ખૂંચવી લે છે!
અરવિંદ વેકરિયા
કિરણ સંપટને આદરાંજલિ…
બારે મહિના બોલકી મારી વેદના મૂંગી-મંતર,
ઝીણું ઝીણું સરવા સૂરે વાગતું ક્યાંથી જંતર.
—-મેહુલ’
ભડ નિર્માતા, જેમણે સંસ્થા ‘ખેલૈયા’નાં બેનર હેઠળ અઢળક નવા-નવા વિષયોને આવરી લેતાં નાટકો પ્રેક્ષકોને આપ્યા. શૈલેશ દવે અને સિદ્ધાર્થ રાંદેરિયા સાથે પણ અનેક વિવિધ નાટકો કર્યા. એમની એક આગવી સ્ટાઈલ હતી. કઈ પણ પૂછો તો કહે : ‘કાલે કહું?’.
શત-શત નમન
મહુવાથી સૌથી મોટી ‘ધારિયા ઘાત’ ટળી જેની ધારણા ક્યારેય રાખી નહોતી. દરબારને ઘમંડ હતો કે બાપુને કોઈ કહી શેનો જાય?’.
ઘમંડ હોય છે જ શરાબ જેવો, પોતાના સિવાય બધાને ખબર હોય છે કે આને ચઢી ગયો છે’. અમને તો ખબર પડી,પણ બધા દરબારોને પણ ખબર પડી ગઈ અને ઘમંડનો નશો સાવ ઉતરી ગયો. એટલું જ નહિ, પોતાની કાર તલગાજરડા લઈ જવા આપવા તૈયાર થઈ ગયા. આ આખો પ્રસંગ મને અને ધનવંત શાહને યાદ રહી ગયો. ત્યારથી ગાંઠ વાળી લીધી કે નીતિ-સ્થિતિ-પરિસ્થિતિ અને આપવીતી કદી ભૂલવી નહિ. મુંબઈમાં આ અનુભવ સાથે પધરામણી તો થઈ ગઈ, પણ પછી ભટ્સાહેબને લીધે ગભરામણ વધી ગઈ.
‘વાત મધરાત..’ હવે ઢીલું પડતું હતું. હવે જો બે-ચાર શોમાં ‘લોસ’ આવ્યો તો સ્વભાવ મુજબ ભટ્ટસાહેબ ‘નાટ્ય-વિરામ’ જાહેર કરી મનોરંજનનું ‘યુદ્ધ’ અટકાવી દેશે. આજનું નહિ, એમનું આ વર્ષોથી ચાલતું રહ્યું છે. કયાં ચલાવી લેવું અને ક્યાંથી ચાલ્યા જવું એ વાત એમણે પોતાની સાથે વણી લીધી હતી. એમની વાત સાચી હતી કે દરેકની ઉંમર થાય પછી એ માણસ હોય કે નાટક! કમાયેલામાંથી ઓછા કરવા કરતાં, જે ઓછા કરીએ એ નવા નાટકમાં રોકવા જોઈએ.
બસ, કામ સારું કરતા રહેવાનું. પુણ્ય છપ્પર ફાડીને આપે છે અને પાપ થપ્પડ મારીને પાછું પણ લઇ લે છે. એ કહેતા, ‘આ જે લોસ