જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
દેવપુરના ખુશાલ મેઘજી ગાલા (ઉં. વ. ૬૮) તા. ૩૦-૧૦-૨૦૨૪ના અરિહંતશરણ પામ્યા છે. પુરબાઈ મેઘજીના સુપુત્ર. જયશ્રીબેનના પતિ. વિશાલ, વિનીતાના પિતા. કપુરચંદ, હરીશ, મહેશ, જયાબેન, કુસુમબેન, કસ્તુરબેનના ભાઈ. ડુમરાના હેમલતાબેન ખેતશી પુંજાના જમાઈ. પ્રાર્થના : શ્રી વાપી અ. જૈન સંઘ સં. ચંદ્રલીલા હોલ, મહાવીર નગર, વાપી. ટા. ૩ થી ૪.
નાના આસંબિયાના હરખચંદ નાનજી છેડા (ઉં. વ. ૮૦) તા. ૨૯/૧૦/૨૦૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મીબાઈ નાનજીના પુત્ર. રેવંતીબેનના પતિ. ભાવના, અર્ચના, સ્વ. જિગ્નેશના પિતા. સ્વ. નેમચંદ, સ્વ. મુલચંદ, તલવાણા રૂક્ષ્મણી રતનશી, રામાણિયા નિર્મળા લાલજીના ભાઈ. બિદડાના માતુશ્રી જવેરબેન જેવત લાલજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભાવના ગોસર, એ-૬૦૨, વૃંદાવન સોસાયટી, સેકટર ૨૯-સી, ઐરોલી, નવી મુંબઈ-૪૦૦૭૦૮.
રાયણના રતનબેન લાલજી સાવલા (ઉં. વ. ૮૭) ૩૦-૧૦-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. લાલજી નરશી સાવલાના પત્ની. હીરબાઇ નરશી તેજપારના પુત્રવધુ. દિનેશ, ભારતી મણીલાલ, દમયંતી જાદવજી, રેખા કિરણ, હર્ષા રાજેશ, ભાવના વિરલના માતુશ્રી. મેરાવા જેતબાઇ મુરજી લાલજીના પુત્રી. આણંદજી, નવિન, હેમચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. એ. દિનેશ સાવલા, સ્વસ્તિક સોસાયટી, ૩૦/૪૦૧, આઝાદનગર (૨), વીરા દેસાઇ રોડ, અંધેરી (વે.).
રાધનપુર તીર્થ જૈન
સ્વ. વસંતલાલ લીલાચંદ શાહના ધર્મપત્ની ભારતીબેન (ઉં. વ. ૮૫) તે હેમંતભાઇ અને સંજીવભાઇના માતુશ્રી. મમતાબેન અને બેલાબેનના સાસુ. દેવાંશી, કિંચિત, સિદ્ધિ વિનીતકુમાર, ક્ષિતિજ-માનુષીના દાદી. પિયર પક્ષે સ્વ. રતિલાલ જમનાદાસ મસાલિયાના દીકરી. તા. ૩૦-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૪-૧૧-૨૪ના સોમવારના ૩થી ૫. ઠે. આજીવાસન હોલ, એસએનડીટી કોલેજની બાજુમાં, જુહુ રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ).
કચ્છી ગુર્જર જૈન
ગામ કચ્છ મુંદ્રા હાલ નાસીક નિવાસી ગં. સ્વ. દિવ્યપ્રભાબેન દેવચંદ મહેતા (ઉં. વ. ૮૫) ગુરુવાર તા. ૩૧-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હરીશ, મનોજ તેમ જ લતા કિરણ મહેતાના માતુશ્રી. દેવાંગ, પરીન, યશ, દેવાંગીના દાદી. નીપા, દીપાના સાસુ. તે ગં. સ્વ. રંજનબેન, ગં. સ્વ.ઉર્મીલાબેનના દેરાણી. તે ચાંદુબેન ધરમશી મહેતાના બેન. ઠે. અંબિકા એન્કલેવ, કર્મ યોગી નગર, મયુર વિહાર કોલોની, નાશિક. લૌકિક વ્યવહાર બંધ છે.
માંગરોળ દેરાવાસી જૈન
સમીર દેવેન્દ્રભાઇ શાહ (ઉં. વ. ૫૦) તે મૃદુલાબેનના પુત્ર. કલ્પેશ, વિમેષ, ફેમીનાના ભાઇ. જુલી (ખ્યાતી)ના જેઠ. મોક્ષાના કાકા. અને હિરાલાલ સોમચંદ શાહનો પૌત્ર તા.૩૦-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. ચંપાબેન વેલજી કરમણ નિસર (ઉં. વ.૬૮) તા. ૨૯-૧૦-૨૪ના મંગળવારના અવસાન પામેલ છે. સ્વ. પાલઇબેન આશા માડણના પૌત્રવધૂ. ગં. સ્વ. મીઠીબેન કરમણના પુત્રવધૂ. વેલજી કરમણના ધર્મપત્ની. સ્વ. સુરેશ, પ્રકાશ, જયોતી, સવિતા, ડિમ્પલ, દક્ષાના માતુશ્રી. પીન્કી, વિનોદ, હિતેન્દ્ર, અશોકના સાસુમા. નવાગામના સંતોકબેન કરશન મુરજી દેઢિયાની પુત્રી. પ્રાર્થના રાખેલ નથી. જય અંબે કોલોની, રૂમ.નં. ૬, નાલાસોપારા (ઇસ્ટ).