મનોરંજન

પતિ Abhishek Bachchan કરતાં પણ આટલી વધુ ધનવાન છે Aishwarya Rai-Bachchan

ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન આવતીકાલે એટલે કે પહેલી નવેમ્બરના પોતાનો 51મો બર્થડે સેલિબ્રેટ કરવા જઈ રહી છે. એક્ટ્રેસ હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. 1997માં ફિલ્મ ઔર પ્યાર હો ગયાથી બોલીવૂડમાં ડેબ્યુ કરનારી ઐશ્વર્યાની ફિલ્મ કરિયરને પણ 27 વર્ષ થઈ ગયા છે અને આટલા વર્ષોમાં તેણે પોતાની એક આગવી ઓળખ તો ઊભી કરી જ છે, પણ એની સાથે સાથે જ તેણે અઢળક પૈસા પણ કમાવ્યા છે. ઐશ્વર્યા છેલ્લાં કેટલાક સમયથી ભલે ફિલ્મોમાં ખાસ એક્ટિવ ના હોય પણ તે દર વર્ષે કરોડોની કમાણી કરી છે.

આ પણ વાંચો: Happy Diwali: પરિણીતીથી લઈ સોનાક્ષીએ દિવાળીની આગવી રીતે પાઠવી શુભેચ્છા

ઐશ્વર્યા શ્રીમંતાઈમાં અનેક મોટા કલાકારોને તો મ્હાત આપે જ પણ છે તેની કુલ નેટવર્થ પતિ અભિષેક બચ્ચન કરતાં પણ વધારે છે. એક રિપોર્ટમાં કરાયેલા અનુસાર ઐશ્વર્યાની કુલ નેટવર્થ 800 કરોડ રૂપિયા છે, જ્યારે અભિષેક બચ્ચનની નેટવર્થ 280 કરોડ રૂપિયા છે.

ઐશ્વર્યા એક ફિલ્મ કરવા માટે મસમોટી રકમ વસૂલે છે. મળતી માહિતી મુજબ ઐશ્વર્યા એક ફિલ્મ માટે 10 કરોડ રૂપિયાની ફી વસૂલે છે. એટલું જ નહીં ઐશ્વર્યા અનેક બ્રાન્ડનું પ્રમોશન પણ કરે છે એટલે તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના માધ્યમથી પણ તગડી કમાણી કરે છે, એવું કહેવામાં બિલકુલ ખોટું નથી. એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે ઐશ્વર્યા 6-7 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
ઐશ્વર્યાએ અનેક કંપનીઓમાં ઈન્વેસ્ટમેન્ટ પણ કરી રાખ્યું છે અને એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલમાં કરાયેલા દાવા અનુસાર 2021માં નરિશમેન્ટ સર્વિસ કંપનીમાં આશરે 5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ પહેલાં તેણે બેંગ્લુરુની એક પર્યાવરણ સ્ટાર્ટઅપમાં પણ એક કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

આ પણ વાંચો: Malaika Aroraએ શેર કરી એવી પોસ્ટ કે જોઈને Arjun Kapoor તો…

અત્રે ઉલ્લએખનીય છે કે હાલમાં ઐશ્વર્યા અને અભિષેકને લઈને એવી વાતો પણ ચાલી રહી છે કે બંને જણ વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું. બંને જણ ટૂંક સમયમાં જ ડિવોર્સ લઈ શકે છે. જોકે, આ બાબતે ઐશ્વર્યા કે અભિષેક દ્વારા કોઈ રિએક્શન આપવામાં આવ્યું નથી. ખેર, આપણે તો ઐશબેબીના જન્મદિવસે એવી જ શુભેચ્છા પાઠવીએ કે તેના જીવનમાં ખુશીઓ જ આવે અને તેની મેરિડ લાઈફ પણ પાટે ચઢી જાય…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker