Sara Ali Khan કોઈ નેતાને ડેટ કરી રહી છે, જાણો કોણ છે?
મુંબઈઃ બોલીવુડની અભિનેત્રી પરિણીતી ચોપરા તો રાજકીય નેતાને પરણીની ઠરીઠામ થઈ છે, ત્યાં વધુ એક અભિનેત્રી નેતાને ડેટ કરી રહી હોવાની ચર્ચા જોરદાર ચાલી છે. અભિનેત્રી સારા અલી ખાન કોઈને કોઈ કારણોસર ચર્ચામાં છે. તાજેતરમાં સારા અલી ખાને કેદારનાથ ધામની પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી, પરંતુ હવે કેદારનાથથી તેની કેટલીક એવી તસવીરો વાયરલ થઈ રહી છે જેના કારણે અફવાઓ ફેલાઈ રહી છે કે સારા અર્જુન પ્રતાપ બાજવાને ડેટ કરી રહી છે.
સારા અલી ખાન થોડા સમય પહેલા કેદારનાથ ધામના દર્શન કરવા ગઈ હતી. ત્યાંથી તેણે કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે પહાડીઓમાં એન્જોય કરતી જોવા મળી હતી. ઘણી તસવીરોમાં તે મહાદેવની ભક્તિમાં તલ્લીન જોવા મળી હતી. તાજેતરમાં જાણીતા મોડલ અને ભાજપના નેતા અર્જુન પ્રતાપ બાજવાએ પણ કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી, જ્યારે તેણે પણ તસવીરો શેર કરી હતી. ખાસ વાત એ છે કે આ તસવીરોની પૃષ્ઠભૂમિ સારા અલી ખાનની તસવીરો જેવી જ છે.
આ પણ વાંચો : જોઈ લો, સારા અલી ખાનનો ભક્તિમય અંદાજ, ક્યાં પહોંચી?
જ્યારથી સારા અલી ખાન અને અર્જુન પ્રતાપ બાજવાની આ તસવીરો સામે આવી છે, ત્યારથી અફવાઓ ફેલાઈ રહી છે કે અભિનેત્રી તેને ડેટ કરી રહી છે. આ દરમિયાન સારા અલી ખાન અને અર્જુન બાજવા પણ કેદારનાથ ધામમાં એકસાથે પૂજા કરતા હોય તેવી તસવીરો સામે આવી છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એક યુઝરે પૂછ્યું, ‘શું આ સારાનો બોયફ્રેન્ડ છે?’ તમને જણાવી દઈએ કે અર્જુન પ્રતાપ બાજવા પંજાબમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉપાધ્યક્ષ ફતેહ જંગ સિંહ બાજવાનો પુત્ર છે. તે મોડલ અને ટ્રાવેલર પણ છે અને રાજકારણમાં જોડાતા પહેલા એક મોડલ પણ હતો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન ટૂંક સમયમાં અનુરાગ બાસુની ફિલ્મ મેટ્રો ઇન ડીનોમાં આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અનુપમ ખેર, પંકજ ત્રિપાઠી, નીના ગુપ્તા અને ફાતિમા સના શેખ પણ જોવા મળશે. આ ફિલ્મ ૨૯ નવેમ્બરે રિલીઝ થઈ શકે છે.