આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(સૌર હેમંતૠતુ પ્રારંભ), શુક્રવાર, તા. ૧-૧૧-૨૦૨૪ દર્શઅમાસ, હરિયાણા પંજાબ દિન
ભારતીય દિનાંક ૧૦, માહે કાર્તિક, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૩૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૩૦
પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૫મો દએપમહેર, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૮મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૯મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર સ્વાતિ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૩૦ સુધી, પછી વિશાખા.
ચંદ્ર તુલામાં,ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૦ અમદાવાદ ક. ૦૬ મિ. ૪૬, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૪ અમદાવાદ ક. ૧૮ મિ. ૦૧, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૧૧-૩૨, મધ્યરાત્રેે ક. ૦૦-૧૨
ઓટ: સાંજે ક. ૧૭-૩૩, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૦૫ (તા.૨)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ – અમાવસ્યા. દર્શઅમાસ, અન્વાધાન, હરિયાણા પંજાબ દિન,કેદાર ગૌરી વ્રત (દક્ષિણ ભારત)
શુભાશુભ દિનશુદ્ધિ: પર્વ શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: વાયુ દેવતાનું પૂજન ,રાહુ દેવતાનું પૂજન, શાંતિ પૌષ્ટિક પૂજા, સર્વશાંતિ પૂજા, નવાં વાસ્ત્રો, આભૂષણ, મહેંદી લગાવવીરત્ન ધારણ, માલ લેવો, વૃક્ષ વાવવાં, શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ વાચન, નવેમ્બર માસના.
સંક્ષિપ્ત. ગ્રહ દર્શન: આજના તા. ૧લી નવેમ્બરનાં સૂર્યાદિ ગ્રહના ઉદય અસ્ત:મ ુંબઇ સૂર્યોદય: ક. ૦૬ મિ. ૪૦, સૂર્યાસ્ત: ક.૧૯ મિ. ૦૦, ચંદ્ર ઉદય: ક. ૫-૩૦, ચંદ્ર અસ્ત: ક. ૧૭-૧૭, બુધ ઉદય: ક. ૮-૦૧, બુધ અસ્ત: ક. ૧૮-૨૫, શુક્ર ઉદય: ક. ૯-૩૨, અસ્ત: ક. ૨૦-૧૯, મંગળ ઉદય: ક. ૨૩-૨૭, અસ્ત: ક. ૧૨.૩૨, ગુરુ ઉદય: ક. ૨૦.૪૦, અસ્ત: ક. ૯-૪૮. શનિ ઉદય: ક. ૧૫-૦૯, અસ્ત: ક. ૨-૪૨ (તા. ૧લી નવેમ્બરે સૂર્યોદયના સમયે તુલા રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્યાસ્તના સમયે મેષ રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્ય પ્રારંભે સ્વાતિ નક્ષત્રમાં રહે છે. તા. ૬ઠ્ઠીએ વિશાખામાં, તા. ૧૯મીએ અનુરાધામાં પ્રવેશે છે. મંદ અને મિશ્ર ગતિનાં મંગળ આખોય માસ પુષ્ય નક્ષત્ર અને કર્ક રાશિમાં રહે છે. બુધ તા.૧લીએ અનુરાધા નક્ષત્રમાં પ્રવેશે છે. તા. ૧૧ મીએ જ્યેષ્ઠામાં આવી અહીં માસાન્ત સુધી રહે છે. સમગ્ર માસ બુધ મિશ્ર ગતિએ વૃશ્ર્ચિક રાશિમાં ભ્રમણ કરે છે. બુધ તા. ૨૬મીએ સ્થંભી થઇ વક્રી થાય છે. તા. ૩૦મીએ બુધનો પશ્ર્ચિમમાં અસ્ત થાય છે. સમગ્ર માસ ગુરુ વૃષભ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. વક્રી ગુરુ તા. ૨૮મીએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશે છે. શુક્ર પ્રારંભે જ્યેષ્ઠા નક્ષત્રમાં રહે છે. તા. ૭મીએ મૂળ, તા. ૧૮મીએ પૂર્વાષાઢા તા.૨૯મીએ ઉત્તરાષાઢામાં પ્રવેશે છે. શુક્ર તા. ૮મીએ ધનુમાં પ્રવેશે છે. વક્રી શનિ કુંભ રાશિમાં તા. ૧૫મીએ સ્થંભી થઇ માર્ગી થાય છે. શનિ શતભિષા નક્ષત્રમાં ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં, કેતુ ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે.
આચમન: બુધ-નેપ્ચૂન ત્રિકોણ આધ્યાત્મિક, ચંદ્ર-સૂર્ય યુતિ સર્વાંગી ઉદય થાય. ચંદ્ર-શનિ ત્રિકોણ કાળજીવાળા.
ખગોળ જ્યોતિષ: બુધ-નેપ્ચૂન ત્રિકોણ, ચંદ્ર-સૂર્ય યુતિ (આશ્ર્વિન અમાસ યોગ), ચંદ્ર-શનિ ત્રિકોણ (તા. ૨)
ગ્રહગોચર: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.