આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Assembly Election: મુંબઈમાં કેટલા મુસ્લિમ ઉમેદવારોને મળી ટિકિટ, કોને-કેટલો થશે ફાયદો?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય જંગ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ૨૦ નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે, જ્યારે ૨૩ નવેમ્બરે પરિણામ જાહેર થશે. આ ચૂંટણીમાં મહાયુતિ અને મહા વિકાસ આઘાડી ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર થશે. જો મુંબઈની બેઠકોની વાત કરીએ તો અહીંયા મુસ્લિમ મતદારો સારી એવી સંખ્યામાં હોવા છતાં ઓછા મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

મુંબઈમાં મુસ્લિમોની વસ્તી લગભગ ૨૦ ટકા છે. શહેરમાં ૧૦ બેઠક એવી છે કે જ્યાં ૨૫ ટકાથી વધુ વસ્તી મુસ્લિમ છે. આમ છતાં મુખ્ય રાજકીય પક્ષો દ્વારા એકથી ચાર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. પહેલા નંબર પર કોંગ્રેસ અને પછી અજિત પવારની એનસીપીએ મુસ્લિમ ઉમેદવારોને વધુ સીટો આપી છે, પરંતુ તે પણ અપેક્ષા કરતા ઓછી છે.

કોંગ્રેસે મુંબાદેવી વિધાનસભા બેઠક પરથી અમીન પટેલ, મલાડ પશ્ચિમ બેઠક પરથી અસલમ શેખ, બાંદ્રા પશ્ચિમની બેઠક પરથી આસિફ ઝકરિયા અને નસીમ ખાનને ચાંદિવલીથી ટિકિટ આપી છે.

આપણ વાંચો: Assembly Election નોમિનેશનની તારીખ પૂરી, હવે પક્ષો કઈ મુશ્કેલીમાં મૂકાયા, જાણો?

શિવસેના યુબીટીએ એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર હારૂન ખાનને મેદાનમાં ઉતાર્યા છે. શરદ પવારની પાર્ટી દ્વારા ફહાદ અહેમદને અણુશક્તિ નગરથી ટિકિટ આપવામાં આવી છે. તેમની ટક્કર એનસીપી (અજિત પવાર)ના સના મલિક સાથે થશે.

સનાના પિતા નવાબ મલિક અજિત પવારની એનસીપી તરફથી મુંબઈની માનખુર્દ શિવાજી નગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો સમાજવાદી પાર્ટીના વર્તમાન ધારાસભ્ય અબુ અસીમ આઝમી સામે થશે.

આ સિવાય, એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) અજિત પવાર દ્વારા બાંદ્રા પૂર્વ બેઠક પરથી ઝિશાન સિદ્દીકીને ટિકિટ આપવામાં આવી છે.

નાની પાર્ટીઓની વાત કરીએ તો પ્રકાશ આંબેડકરની વીબીએ એ ૯ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે, જ્યારે એઆઇએમઆઇએમ એ ચાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. હવે મુસ્લિમ ઉમેદવારોને ઓછી ટિકિટ મળવા પર સવાલો ઉભા થયા છે.

આપણ વાંચો: Assembly Election: મહારાષ્ટ્રમાં ભાજપે બદલી રણનીતિ, PM Modi કરતા યોગી આદિત્યનાથ ડબલ કરશે રેલી…

લઘુમતી આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ નસીમ સિદ્દીકીનું કહેવું છે કે આના કારણે મુસ્લિમ સમુદાયમાં અસંતોષ છે. એવું લાગે છે કે તેમની સાથે વિશ્વાસઘાત થયો છે, કારણ કે મુસ્લિમ સમુદાયને તેમની સંખ્યાના પ્રમાણમાં ઘણી ઓછી બેઠકો મળી છે.

તેમણે કહ્યું કે આવું એટલા માટે થયું છે કારણ કે લોકસભાની ચૂંટણીમાં રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લઘુમતી મતો એમવીએની તરફેણમાં પડ્યા હતા. જેને મહાયુતિના નેતાઓએ વોટ જેહાદ નામ આપ્યું હતું.

આવી સ્થિતિમાં એઆઇએમઆઇએમ, વીબીએ અને રાષ્ટ્રીય ઉલેમા કાઉન્સિલ જેવી નાની પાર્ટીઓને આનો ફાયદો થઇ શકે છે. જોકે, મુસ્લિમ મતદારોને સૌથી વધુ કઈ પાર્ટી રિઝવી શકશે એ તો પરિણામો પછી ખબર પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker