સ્પોર્ટસ

IPL 2025: આઈપીએલ ખેલાડીઓનું રિટેંશન લિસ્ટ થયું જાહેર, જાણો પંત, ધોની, રોહિત શર્માનું શું થયું

IPL 2025 Retention List: આઈપીએલ 2025ને લઈ આજે ફ્રેન્ચાઇઝી રિટેન અને રિલીઝ કરનારા ખેલાડીઓની જાહેરાત કરી હતી. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે 2025-27 સીઝન માટે ખેલાડીઓને રિટેન કરવા માટે નિયમોમાં બદલાવ બાદ દરેક ટીમ રાઈટ ટૂ મેચ કાર્ડ સહિત મહત્તમ છ ખેલાડીઓ જાળવી રાખવાની છૂટ આપી હતી. ટીમમાં ભારતીય અને વિદેશી ખેલાડીઓ મળીને પાંચ કેપ્ડ ખેલાડીને અથવા તો ચાર કેપ્ડ ખેલાડીની સાથે મહત્તમ બે અનકેપ્ડ ખેલાડીને રિટેન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

કઈ ટીમે કયા ખેલાડીને કેટલા કરોડમાં રિટેન કર્યા

MI: આઈપીએલની સૌથી સફળ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સે 5 ખેલાડી રિટેન કર્યા છે. જસપ્રીત બુમરાહ (રૂ. 18 કરોડ), સૂર્યકુમાર યાદવ (રૂ.16.35 કરોડ) હાર્દિક પંડ્યા (રૂ. 16.36 કરોડ), રોહિત શર્મા (રૂ.16.3 કરોડ) અને તિલક વર્મા (રૂ. 8 કરોડ)ને રિટેન કર્યા છે.

CSK:5 વખતની આઈપીએલ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે કે્ટન ઋતુરાજ ગાયકવાડ (રૂ. 18 કરોડ), પથિરાના (રૂ.13 કરોડ), શિવમ દુબે (રૂ.12 કરોડ) રવિન્દ્ર જાડેજા (રૂ.18 કરોડ) અને એમએસ ધોનીને (રૂ.4 કરોડ) રિટેન કર્યા છે.

KKR:કોલકાતા નાઈટ રાઈડર્સને 2024માં વિજેતા બનાવનાર શ્રેયસ અય્યરને રિલીઝ કર્યો છે. જ્યારે આંદ્રે રસેલ (રૂ. 12 કરોડ), સુનીલ નરેન (રૂ.12 કરોડ), રિંકુ સિંહ (રૂ.13 કરોડ), વરૂણ ચક્રવર્તી (રૂ.12 કરોડ), હર્ષિત રાણા (અનકેપ્ડ-રૂ.4 કરોડ) તથા રમણદિપ સિંહ (અનકેપ્ડ-રૂ.4 કરોડ)ને રિટેન કર્યા છે.

RCB:રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ત્રણ ખેલાડી રિટેન કર્યા છે. વિરાટ કોહલી (રૂ.21 કરોડ), રજત પાટીદાર (રૂ.11 કરોડ) અને યશ દયાલ (રૂ.5 કરોડ)ને રિટેન કર્યા છે.

આ પણ વાંચો : IPL 2025: કઈ ટીમ કયા ખેલાડીને કરી શકે છે રિટેન, જુઓ લિસ્ટ

SRH:સનરાઈઝર્સ હૈદરાબાદે કેપ્ટન પેટ કમિન્સ (રૂ. 18 કરોડ), અભિષેક શર્મા (રૂ. 14 કરોડ) હેનરિચ ક્લાસેન (રૂ.23 કરોડ), ટ્રેવિસ હેડ (રૂ.14 કરોડ) અને નીતિશ કુમાર રેડ્ડી (રૂ.6 કરોડ)ને રિટેન કર્યા છે.

LSG: લખનઉ સુપર જાયન્ટસે નિકોલસ પૂરન (રૂ. 21 કરોડ), રવિ બિશ્નોઈ (રૂ. 11 કરોડ), મયંક યાદવ (રૂ. 11 કરોડ), મોહસિન ખાન (રૂ. 4 કરોડ) અને આયુષ બદોની (રૂ.4 કરોડ)ને રિટેન કર્યા છે.

GT:આઈપીએલ 2022ની વિજેતા ગુજરાત ટાઈટન્સે રાશિદ ખાન (રૂ. 18 કરોડ), ગિલ (રૂ.16.5 કરોડ), સાંઈ સુદર્શન (રૂ.8.5 કરોડ), રાહુલ તેવટીયા (રૂ. 4 કરોડ) અને શાહરૂખ ખાન (રૂ. 4 કરોડ)ને રિટેન કર્યા છે.

RR: રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસન (રૂ. 18 કરોડ), યશસ્વી જયસ્વાલ (રૂ. 18 કરોડ), રિયાન પરાગ (રૂ. 14 કરોડ), ધ્રુવ જુરેલ (રૂ.14 કરોડ), શિમરોન હેટમાયર (રૂ. 11 કરોડ) અને સંદીપ શર્મા (રૂ. 4 કરોડ) રિટેન કર્યા છે.

DC: દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલ (રૂ. 16.50 કરોડ), કુલદીપ યાદવ (રૂ.13.25 કરોડ), સ્ટબ્સ (રૂ. 10 કરોડ), અભિષેક પોરલ (રૂ. 4 કરોડ)ને રિટેન કર્યાછે.

PBSK: પંજાબ કિંગ્સે માત્ર 2 ખેલાડી શશાંક સિંહ (રૂ. 5.5 કરોડ અને પ્રભસિમરન સિંહ (રૂ.4 કરોડ)ને રિટેન કર્યા છે.

ક્યા દિગ્ગજ ખેલાડીઓને ફ્રેન્ચાઈઝીએ નથી કર્યા રિટેન

ઋષભ પંત, શ્રેયસ અય્યર, ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ શમી જેવા ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા નથી. એમએસ ધોની આગામી સિઝનમાં રમતો નજરે પડશે. ધોની અનકેપ્ડ પ્લેયર તરીકે રિટેન થયો છે.

રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સમાં રિટને થવા પર શું કહ્યું

મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા રિટેન થવા અંગે રોહિત શર્માએ કહ્યું, હું ફરીથી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ બનવા માટે રોમાંચિત છું. હું અહીં ખૂબ ક્રિકેટ રમ્યો. આ તે જગ્યા છે જ્યાંથી મેં મારી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી છે. તેથી, આ શહેર ખૂબ જ ખાસ છે અને હું અહીં આવીને ખુશ છું. રોહિતે એમઆઈના તેમના મુખ્ય પાંચ કેપ્ડ ભારતીય ખેલાડીઓને જાળવી રાખવાના નિર્ણય પર કહ્યું, તમે જાણો છો કે જે ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરે છે તેમને પ્રાધાન્ય મળવું જોઈએ. રિટેન થવાથી હું ખૂબ ખુશ છું.

સંજુ સેમસને શું કહ્યું

સંજુ સેમસને કહ્યું, અમારી ફ્રેન્ચાઇઝી માટે છેલ્લી કેટલીક સીઝન ખરેખર નોંધપાત્ર રહી છે. અમે અમારા પ્રશંસકો માટે કેટલીક ખાસ ક્ષણો પહોંચાડવામાં સફળ રહ્યા છીએ અને ડ્રેસિંગ રૂમમાં એવું વાતાવરણ બનાવવામાં સક્ષમ છીએ જ્યાં અમારી કેટલીક યુવા પ્રતિભાઓને ભારતીય ક્રિકેટ માટે આગામી પેઢીના સુપરસ્ટાર બનવા માટે તૈયાર કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker