મનોરંજન

So Cute: અનંત રાધિકાનો આ વાયરલ વડિયો જોશો તો તમે પણ કહેશો

લગ્ન પહેલા અને લગ્ન બાદ રાધિકા અને અનંત અંબાણીની જોડીની ચર્ચા ચાલ્યા કરે છે. બન્ને લાંબા સમયથી મિત્રો રહી ચૂક્યા હોવાથી પતિ-પત્ની કરતા મિત્રો હોય તેમ વધારે લાગે છે. બન્નેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. આ સાથે રાધિકા અંબાણી પરિવાર માટે પણ નવી નવેલી વહુ નથી. તે વારંવાર અહીં આવી ચૂકી છે ને ઘરના સભ્યો સાથે પહેલેથી અટેચમેન્ટ ધરાવે છે. રાધિકા સસરા મુકેશ અંબાણી સાથે ઘણી સારી કેમેસ્ટ્રી ધરાવે છે અને ઈવેન્ટમાં સાથે જ જોવા મળે છે. 

વાયરલ વીડિયોમાં પણ એક ઈવેન્ટમાં મુકેશ અંબાણી અને અનંત રાધિકા જોવા મળે છે. મુકેશ અંબાણી અને રાધિકા એક સોફા પર સાથે બેઠા છે જ્યારે અનંત બાજુમાં જ સોફા પર બેઠો છે. વ્હાઈટ ટ્રેડિશનલ આઉટફીટમાં સજી ધજીને બેઠેલી રાધિકાને અંનત પોતાની પાસે આવવા કહે છે, પણ રાધિકા લહેજાથી ઈનકાર કરી દે છે. બન્ને કપલનો આ વીડિયો જોઈ લોકો મસ્ત રિએક્શન આપી રહ્યા છે. નવા નવેલા કપલને જેમ એકબીજાથી અલગ થવું ન ગમતું હોય તેમ અનંતને પણ રાધિકા પાસે જ જોઈએ છે, પણ રાધિકા મસ્તીથી ના પાડી દે છે. 

અનંત અને રાધિકાના લગ્નમાં ખૂબ જ ધામધૂમ જોવા મળી હતી અને તેમની પ્રી વેડિંગ પાર્ટી પણ બારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. જોકે હજુ પણ અંબાણી પરિવારમાં અલગ અલગ સેલિબ્રેશન ચાલે જ છે અને તેની તસવીરો અને વીડિયો લોકો સોશિયલ મીડિયા પર જોઈ મજા માણતા રહે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button