આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Ahmadabad Fire Crackers: મોંઘા તો મોંઘા પણ ફટાકડા તો ફોડીશું, 40 ટકા ભાવ વધારો છતાં છેલ્લી ઘડીની ખરીદીનો ધમધમાટ

અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં આજે દિવાળનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં ફટાકડા બજારમાં (Fire cracker market)ધમધમાટ જોવા મળી રહ્યો છે. આર્થિક મંદી (financial crisis) હજુ પણ ઘણા સામાન્ય નાગરિકોને અસર કરે છે. દિવાળીમાં અનેક લોકો ફટાકડાની ખરીદી કરતા હોય છે. દર વર્ષે અનેક પ્રકારના ફટાકડા બજારમાં જોવા મળતા હોય છે. ત્યારે આ વર્ષે પણ બજારમાં અનેક પ્રકારની વેરાયટીના ફટાકડા (varities in fire crackers) આવ્યા છે.

Also read: ગુજરાતમાં છ પોલીસ અધિકારીને મળ્યો ગૃહ મંત્રી મેડલ, સાળી-બનેવીને મળશે સન્માન

ખાસ કરીને બાળકોને કોઈપણ પ્રકારની હાનિ ન થાય તેવા ફટાકડા આ વર્ષે માર્કેટમાં જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ ચોકલેટવાળા ફટાકડાએ (chocolate fire crackers) લોકોનું ધ્યાન ખેંચ્યું છે. અમદાવાદમાં ફટાકડાના ભાવમાં 40 ટકાનો ભાવ વધારો થયો છે છતાં છેલ્લી ઘડીએ બજારમાં ખરીદીનો (last moment purchase) ધમધમાટ જોવા મળી રહ્યો છે. દિલ્હી દરવાજા, રાયપુર, બાપુનગર, શિવરંજની, સેટેલાઈટ સહિતના તમામ વિસ્તારોમાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે.

ફટાકડાના ભાવ સાંભળીને લોકોએ ખરીદીમાં મૂક્યો કાપ

આ દિવાળીએ તમામ વસ્તુઓના ભાવ બમણા થઈ ગયા છે અને ફટાકડા બજારમાં પણ આ વર્ષે ભીડ જોવા મળી રહી છે. પરંતુ ભાવ સાંભળીને જ પોતાના બજેટમાં કાપ મૂકવા ખરીદનાર મજબૂર છે કારણકે ફટાકડાના ભાવમાં વધારો નોંધાયો છે. વેપારીઓ કહી રહ્યા છે કે પ્રમાણે ફટાકડાના બજારમાં ભાવ ઘણા વર્ષોથી વધી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફટાકડાના ભાવમાં 35 થી 40 ટકાનો ભાવ વઘારો જોવા મળ્યો છે. જોકે આટલી મોંઘવારી વધવા છતાં લોકોમાં દિવાળીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફટાકડા બજારમાં રૂપિયા બે હજારથી લઈને અંદાજે 10 થી 15 હજારના ફટાકડાની ખરીદી કરતાં પરિવારો જોવા મળ્યા .

આજે પણ આ ફટકડાની છે સૌથી વધુ માંગ

બાળકોને ગમતા પાંચ થી છ પ્રકારના ફટાકડા જેમ કે કોઠી, જલેબી, તારામંડળ, 555 બોમ્બ, મિર્ચી બોમ્બ અને દોરી, જે તમામની વ્યાજબી કિંમત અગાઉના વર્ષોમાં હતી. તેનો પણ ભાવ વધારો જોવા મળ્યો , જોકે, આજકાલ, દર વર્ષે અવનવી વેરાઇટીઝના ફટાકડા માર્કેટમાં આવી રહ્યા છે, જેના કારણે ફટાકડાના ભાવમાં વધારો થાય છે. એક તારામંડળનું પેકેટ કે જેની કિંમત 20 રૂપિયા હતી તેની કિંમત હવે 100 રૂપિયા છે અને એક સાદી કોઠીની કિંમત 30 રૂપિયાથી વધીને 150 રૂપિયા થઈ ગઈ છે. બોમ્બ જેમ કે મિર્ચી, 555, વગેરેની લોકપ્રિયતા એક જમાનામાં ખૂબ હતી, જેની કિંમત 20 થી 25 વર્ષ પહેલા 10 રૂપિયા હતી, પરંતુ હવે તેની કિંમત 150 રૂપિયા પર પહોંચી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker