Alexa launch the rocket: ફટાકડા ફોડવાની નવી રીત જૂઓ આ વાયરલ વીડિયોમાં
દિવાળીના દિવોસમાં ફટાકડા ન ફોડવા તેવું પર્યાવરણપ્રેમીઓ કહે છે, પરંતુ દિવાળીની ઉજવણી સાથે ફટાકડા એવા જોડાયેલા છે કે લોકો પોતાની જાતને રોકી શકતા નથી. મા6 બાળકો નહીં યુવાનો અને પુખ્ત વયના લોકો પણ ફટાકડા ફોડવાનું પસંદ કરે છે. જોકે ફટાકડા ફોડવાનો એક વીડિયો વાયરલ થયો છે અને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
આ વીડયોમાં આધુનીક ટેકનોલોજીનો ધૂમ ઉપયોગ થયો છે. આને આળક કહો કે પ્રયોગ, પણ એક માણસ રોકેટ છોડવાની તકલીફ પણ લેવા માગતો નથી અને આ કામ એલેક્સા પાસે કરાવે છે. વીડિયોમાં દેખાય છે કે એક માણસે એવી વ્યવસ્થા કરી છે કે તે એલેક્સાને રોકેટ લૉંચ કરવાનું કહે છે. એલેક્સા પણ યસ બૉસ કહીને જવાબ આપે છે અને પછી સેકન્ડમાં રોકેટ આકાશમાં જઈ ધડાકો કરે છે.
આ પણ વાંચો : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ સરહદના જવાનો સાથે ઉજવી દિવાળી
લોકો તેની આ કારીગરીના વખાણ કરી રહ્યા છે. તેની પાસેથી આખી સિસ્ટમ કઈ રીતે ઊભી કરી તે પૂછી રહ્યા છે.