Nita Ambaniનું ફેવરેટ વેકેશન ડેસ્ટિનેશન છે આ સ્થળ, એક રાત રોકાવવાનો ખર્ચ સાંભળશો તો…
દેશ જ નહીં પણ દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને એમના પત્ની નીતા અંબાણી (Nita Ambani) તેમની લક્ઝુરિયરસ લાઈફ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. નીતા અંબાણીને દેશ-વિદેશમાં ફરવાનું ખૂબ જ પસંદ છે અને તેમને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તેઓ પરિવાર સાથે વેકેશન પર ફરવા માટે ઉપડી જાય છે. પરંતુ શું તમને ખબર છે કે નીતા અંબાણીનું ફેવરેટ વેકેશન ડેસ્ટિનેશન કયુ છે? ત્યાં રોકાવવાનું એક દિવસનું ભાડું કેટલું છે? ચાલો આજે તમને જણાવીએ- નીતા અંબાણીને સ્વિસ આલ્પ્સમાં ફરાવનું ખૂબ જ પસંદ છે અને આ એક એવી જગ્યા છે કે જ્યાં મોટાભાગના અમીર લોકો વેકેશન મનાવવા આવે છે.
Also read: વન નેશન, વન ઈલેક્શન અશક્ય છે! કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો દાવો
સ્વિસ આલ્પ્ઝ પોતાની અલ્ટ્રા લક્ઝરી લાઈફસ્ટાઈલને કારણે જાણીતું છે અને તમારા-આપણા જેવા મધ્યમ વર્ગીય પરિવારના લોકો માટે મુશ્કેલ જ છે. સ્વિસ આલ્પ્સ વિશે વાત કરીએ કો તે સ્વીટર્ઝલેન્ડના પર્વતીય ક્ષેત્રમાં સ્થિત એક પહાડી દેશ છે, જ્યાં દેશ દુનિયાના અમીર લોકો વેકેશન પર આવે છે.
Also read: દિવાળીના દિવસે જ માઠા સમાચારઃ મધ્ય પ્રદેશના બાંધવગઢમાં આઠ હાથીના મોત
મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો નીતા અંબાણી પણ જ્યારે પણ ચાન્સ મળે ત્યારે પરિવાર સાથે અહીં ફરવા માટે આવે છે અને અહીં તેઓ બર્ઝનસ્ટોક રિસોર્ટમાં રોકાય છે. આ રિસોર્ટમાં એક રાત રોકાવવા માટેનું ઓછામાં ઓછું ભાડું 28,000 અમેરિકન ડોલર છે, જ્યારે રોયલ સૂટની કિંમત 46,000 અમેરિકન ડોલરથી શરૂ થાય છે.
Also read: સીમા પર દિવાળીઃ ભારત અને ચીનની સેનાએ એકબીજાને શુભેચ્છા આપી, મીઠાઈ વહેંચી
મીડિયા રિપોર્ટ્સમાં તો એવું પણ કહેવાયું છે કે નીતા અંબાણી જ્યારે પણ અહીં વેકેશન પર આવે છે ત્યારે તેમણે 74,000 યુએસ ડોલર પર નાઈટ ખર્ચ્યા હતા. જો આ રકમને ઈન્ડિયન રૂપિયામાં કન્વર્ટ કરીએ તો નીતા અંબાણીએ અહીં એક દિવસ રોકાવવા માટે 62,21,232 રૂપિયાનું ભાડું ચૂકવ્યું હતું.ભાઈસાબ આ તો નીતા અંબાણી છે એમના ઠાઠની તે કંઈ વાત થાય, તેમની પ્રોપર્ટીને જોતા તેઓ આટલો ખર્ચ કરે એ તો સ્વાભાવિક છે. રિલાયન્સના વિશાળ દરિયામાંથી એક લોટો પાણી કાઢવા જેટલો ખર્ચ છે આ તો…