વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ સરહદના જવાનો સાથે ઉજવી દિવાળી
ભુજઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ સરહદના જવાનો સાથે દિવાળી ઉજવી છે. જોકે દિલ્હી ખાતે વડા પ્રધાન તરીકે સત્તાનો કારભાર સંભાળ્યો તે પછીની તમામ દિવાળી તેમમે સરહદના જવાનો સાથે જ ઉજવી છે. તહેવારોમાં પણ પરિવારથી દૂર દેશની રક્ષા કાજે સરહદો પર તહેનાત જવાનો સાથે દિવાળી ઉજવવાની મોદીએ શરૂ કરેલી પરંપરાના વખાણ હંમેશાં થાય છે.
વડાપ્રધાન મોદી આજે સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે ગુજરાતમાં હતા.તેમણે કેવડીયા ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ તેઓ વડોદરા અને ત્યાંથી કચ્છના નલિયા એરફોર્સ કાતે ગયા હતા અને સૈનીકો સાથે વાતો કરી તેમને મીઠાઈ ખવડાવી દિવાળી ઉજવી હતી.
વડાપ્રધાન મોદી માટે આ મુલાકાત ખાસ છે, કારણ કે વડાપ્રધાન બન્યા બાદ તેઓ પહેલીવાર ગુજરાતમાં સૈનિકો સાથે દિવાળી તેમણ ઉજવી છે. અગાઉ જ્યારે મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે ગુજરાતના જવાનો સાથે દિવાળી મનાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી દિવાળીના અવસર પર આ પહેલા પણ ઘણી વખત સૈનિકો સાથે રહ્યા છે. જેમાં વડાપ્રધાન ગયા વર્ષે 2023માં હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા.વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિયાચીનમાં તૈનાત સુરક્ષાદળો સાથે દિવાળી મનાવી હતી. તે પછીના વર્ષે, તેમણે 1965ના યુદ્ધમાં ભારતીય સેનાની સિદ્ધિઓને માન આપવા પંજાબમાં ત્રણ યુદ્ધ સ્મારકોની મુલાકાત લીધી.
આ પણ વાંચો :સીમા પર દિવાળીઃ ભારત અને ચીનની સેનાએ એકબીજાને શુભેચ્છા આપી, મીઠાઈ વહેંચી
આ ઉપરાંત 2016માં તેણે હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી અને ચીન સરહદ નજીક ITBP, ડોગરા સ્કાઉટ્સ અને આર્મીના જવાનોને મળ્યા હતા. વર્ષ 2017માં પીએમ મોદીએ ઉત્તર કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં દિવાળીની ઉજવણી કરી હતી, જ્યારે 2018માં ઉત્તરાખંડના હરસિલમાં સૈનિકોને ચોંકાવી દીધા હતા અને તેમની સાથે દિવાળી મનાવી હતી.
2019માં જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં તૈનાત સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી અને 2020માં લોંગેવાલા બોર્ડર પોસ્ટની મુલાકાત લીધી અને સૈનિકોને મળ્યા હતા. વર્ષ 2021માં વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ગત વર્ષે કારગીલમાં તૈનાત સૈનિકો સાથે દિવાળીનો તહેવાર મનાવ્યો હતો.