IPL 2025: કઈ ટીમ કયા ખેલાડીને કરી શકે છે રિટેન, જુઓ લિસ્ટ
IPL 2025: આઈપીએલ 2025ને લઈ ફેન્સનો ઉત્સાહ ચરમસીમા પર છે. આજે ગુરુવારે તમામ 10 ફ્રેન્ચાઇઝી રિટેન અને રિલીઝ કરનારા ખેલાડીઓની જાહેરાત કરવાની છે. આજે રિટેન કરવામાં આવેલા ખેલાડીઓના લિસ્ટનો અંતિમ દિવસ છે. ધોની અને રોહિત શર્મા જેવા ખેલાડીને તેમની ફ્રેન્ચાઇઝી રિટેન કરી શકે છે.
આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે 2025-27 સીઝન માટે ખેલાડીઓને રિટેન કરવા માટે નિયમોમાં બદલાવ બાદ દરેક ટીમ રાઈટ ટૂ મેચ કાર્ડ સહિત મહત્તમ છ ખેલાડીઓ જાળવી રાખવાની છૂટ આપી છે. ટીમમાં ભારતીય અને વિદેશી ખેલાડીઓ મળીને પાંચ કેપ્ડ ખેલાડીને રિટેન કરી શકે છે અથવા તો ચાર કેપ્ડ ખેલાડીની સાથે મહત્તમ બે અનકેપ્ડ ખેલાડીને રિટેન કરવાની મંજૂરી આપવામાં આવી છે.
કઈ ટીમ કયા ખેલાડી રિટેન કરી શકે છે
ગુજરાત ટાઈન્ટસઃ શુભમન ગિલ, રાશિદ ખાન, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા (રાઈટ ટૂ મેચ)
લખનઉ સુપર જાયન્ટ્સઃ નિકોલસ પૂરન, મયંક યાદવ, આયુષ બદોની, રવિ બિશ્નોઈ, મોહસિન ખાન
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા
ચેન્નઈ સુપર કિંગ્સઃ ઋતુરાજ ગાયકવાડ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, મથીશા પથિરાના, રચિન રવિન્દ્ર/ડેવોન કૉન્વે (રાઈટ ટૂ મેચ)
સનરાઈઝર્સ હૈદરાબાદઃ પેટ કમિન્સ, હેનિરક ક્લાસેન, અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, અબ્દુલ સમદ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુઃ વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ, યશ દયાલ
દિલ્હી કેપિટલ્સઃ કુલદીપ યાદવ, અક્ષર પટેલ
કોલકાતા નાઈટ રાઈડર્સઃ સુનીલ નરેન, રિંકુ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી
રાજસ્થાન રોયલ્સઃ સંજૂ સેમસન, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, સંદીપ શર્મા
પંજાબ કિંગ્સઃ અર્શદીપ સિંહ