MS Dhoniને લાગી ગઈ છે આ ડ્રિંકની લત, ખુદ કરી કબૂલાય, કેમે ય કરીને છૂટતી જ નથી…
ઈન્ડિયન ટીમના કેપ્ટન કૂલ એમ એસ ધોની (Mahendra Singh Dhoni)ની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે અને ફેન્સ માહીની એક ઝલક જોવા કે મેળવવા માટે ખૂબ જ આતુર હોય છે. પરંતુ હાલમાં જ માહીની એક એવી વાત સામે આવી છે કે જે જાણીને કદાચ તેના ફેન્સ પણ ચોંકી ઉઠશે. માહીને એક એવી લત લાગી ગઈ છે કે જે ચાહે તો પણ છોડી શકતો નથી. આ વાતનો ખુલાસો ખુદ માહીએ કર્યો હતો. આવો જોઈએ આખરે શું છે આ લત અને માહી કેમ તેનાથી દૂર રહી શકતો નથી.
વાત જાણે એમ છે કે હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો 2024 આઈપીએલ સમયનો છે. આ વીડિયોમાં માહીભાઈ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)ના ડ્રેસિંગ રૂમમાં ચાનો કપ લઈને ઊભા હતા. જી હા હવે સાચું સમજ્યા તમે માહી ભાઈને બીજી કોઈ વસ્તુની નહીં પણ ચાની લત લાગી છે અને આ વાતનો સ્વીકાર ખુદ માહીએ પણ કર્યો હતો કે ચા માટેનો તેમનો પ્રેમ એકદમ અતુલનીય છે.
આ સિવાય ધોનીનો એક બીજો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેણે એ જણાવ્યું હતું કે જ્યારે પણ મને કોઈ ચા ઓફર કરે છે તો હું ના નથી પાડી શકતો. ચા મારા દિલની ખૂબ જ નજીક છે. થાલાને પૂછવામાં આવ્યું હતું કે એવી કઈ વસ્તુ છે કે જેની ભૂખ તમારી અંદર ક્યારેય નથી ઓછી થતી જેના જવાબમાં થાલાએ જણાવ્યું હતું કે ચા… ચાનો આનંદ માણવાનું હું ક્યારે ચૂકતો નથી.
આ પણ વાંચો…..ગૌતમ હવે ગંભીર મુશ્કેલીમાં, છેતરપિંડીના કેસમાં અદાલતની નવેસરથી તપાસનો આદેશ!
હવે એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં જ્યાં એક શો પર ચર્ચા કરતાં સુરેશ રૈનાએ જણાવ્યું હતું કે જ્યારે હું એમએસ ધોનીને પહેલી વખત મળ્યો ત્યારે તેમણે સાક્ષી માટે પણ ચા બનાવી હતી. ધોનીએ રૈનાને એવું પણ જણાવ્યું હતું કે મારી સાથે એવું ક્યારેય નથી બન્યું કે જ્યારે હું ચા કપમાં કાઢતો હોવ અને એ મારા ઢોળાઈ ના હોય.
જોકે, આ પહેલી વખત નથી કે ધોનીનો ચા માટેનો પ્રેમ છલકાયો હોય. આ પહેલાં પણ અનેક એવા પ્રસંગો જોવા મળ્યા છે કે જ્યારે તેમણે ચા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હોય. લોકોએ ચા પ્રત્યેની થાલાની લાગણી અને વિશેષ પ્રેમ જોયો જ છે.
હાલમાં ધોની એમએસ ધોની આઈપીએલ-2025માં રમશે કે નહીં એ કારણે પણ ચર્ચામાં છે. ધોનીએ થોડાક સમય પહેલાં જ કહ્યું હતું કે તે હજી થોડાક વર્ષો સુધી ક્રિકેટ રમવાનો આનંદ ઉઠાવવા માંગે છે. ધોનીના આ નિવેદનને એ રીતે જોવામાં આવ્યું છે કે તે 2025માં આઈપીએલમાં ફરી એક વખત ધમાલ મચાવવા માટે તૈયાર છે.