નેશનલ

ઝોમેટો બિનઆરોગ્યપદ ફૂડ સપ્લાય કરી રહ્યું છે? હૈદરાબાદના વેરહાઉસમાં દરોડા દમિયાન ગેરરીતિઓ મળી આવી

હૈદરાબાદ: મોમોઝ ખાવાથી યુવતીના મોતની ઘટના બન્યા બાદ, ખાદ્ય સુરક્ષા અધિકારીઓ શહેરમાં અને તેની આસપાસના વિસ્તારોની રેસ્ટોરન્ટ અને દુકાનો પર તપાસ કરી રહ્યા છે. દિવાળી પહેલા ઘણી દુકાનો પર મળતી મીઠાઈમાં ભેળસેળની જાણ થઇ છે. એવામાં હૈદરાબાદમાં ઝોમેટોના વેરહાઉસમાં તપાસ દરમિયાન ગંભીર ગેરરીતિઓ (Irregularity in Zomato Hyderabad warehouse) પકડાઈ છે.

ફૂડ સેફ્ટી અધિકારીઓએ 29 ઓક્ટોબરના રોજ ઝોમેટોના વેરહાઉસમાં તપાસ હાથ અધરી હતી. આ દરમિયાન બટન મશરૂમના પેકેટ્સ પર 30 ઓક્ટોબર, 2024 ની પેકેજીંગ ડેટ જોવા મળી હતી. અધિકારીઓને વેરહાઉસની અંદર માખીઓ પણ મળી આવતી હતી. એવું પણ જાણવા મળ્યું કે વેરહાઉસમાં ઇન્સેક્ટ-પ્રૂફ સ્ક્રીન નથી, કેટલાક ફૂડ હેન્ડલરોએ હેર કેપ અને એપ્રન પણ પહેર્યા ન હતાં.

Is Zomato supplying unhealthy food? Irregularities found during raids at warehouses in Hyderabad

હૈદરાબાદના કુકટપલ્લીમાં સ્થિત Zomatoના હાઇપરપ્યોર વેરહાઉસમાં આ દરોડા પાડવામાં આવ્યા હતાં. વેરહાઉસ પાસે રાજ્ય સરકારનું ફૂડ બિઝનેસ ઓપરેટર (FBO)નું લાયસન્સ પણ છે. FBOs ફળો, શાકભાજી, માંસ, સીફૂડ, પેકેજિંગ, રસોડાનાં સાધનો વગેરે હોટલ, રેસ્ટોરાં અને કેટરર્સને સપ્લાય કરે છે.

આ પણ વાંચો : Zomatoના માલિક Shark Tankમાંથી આઉટ! સ્વિગીએ રમી ચાલ?

પૅકિંગ પર ભવિષ્યની તારીખ લખવી એ ફૂડ સેફટીના નીયમોનનું ગંભીર ઉલ્લંઘન છે. વેરહાઉસ પાસે ફૂડ હેન્ડલર્સ માટેનું લાઇસન્સ, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને પેસ્ટ કંટ્રોલ રેકોર્ડ હોવા છતાં આવી ગેરરીતીઓ જાણવા મળી હતી.

Zomatoએ હજુ સુધી આ દરોડા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ વર્ષે જૂનમાં, અધિકારીઓએ હૈદરાબાદ નજીક મેડચલ મલકાજગીરી જિલ્લામાં દેવર યમજલ ખાતે બ્લિંકિટ વેરહાઉસ પર દરોડો પાડ્યો હતો. અહીં અધિકારીઓને ગંદકી, એક્ષ્પાયરી ડેટ વટાવી ચુકેલી વસ્તુઓ, ઈનફેક્ટેડ ફૂડ અને અન્ય વિવિધ સમસ્યાઓ મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker