ઇંગ્લેન્ડનાં આ ક્રિકેટરના ઘરે ખાતર પડ્યું, લોકોને ચોરાયેલી વસ્તુ શોધવા મદદ કરવા અપીલ કરી
લંડન: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે હાલમાં જ પાકિસ્તાનમાં ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ (ENG vs PAK)રમી હતી, પાકિસ્તાનની ટીમે આ સિરીઝમાં 2-1થી જીત મળેવી હતી. એવામાં ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે મોટો દાવો કર્યો છે. તેમણે બુધવારે જણાવ્યું કે જ્યારે તે પાકિસ્તાનના પ્રવાસ પર હતો, ત્યારે તેના ઘરમાં ચોરી થઇ (Robbery in Ben Stokes home) હતી, આ સમયે તેમનો પરિવાર ઘરમાં હતો. માસ્ક પહેરેલી ગેંગ તેમના ઘરમાં ઘુસી આવી હતી. તેમણે જણાવ્યું કે તેમના પરિવારને કોઈપણ પ્રકારનું શારીરિક નુકસાન થયું નથી.
અહેવાલ મુજબ બેન જયારે પાકિસ્તાન સામે બીજી ટેસ્ટ મેચ રમી રહ્યો હતો ત્યારે આ લૂંટની ઘટના બની હતી. આ દરમિયાન બેન સ્ટોક્સની પત્ની ક્લેર અને બાળકો લેટન અને લિબી ઘરમાં હતા.
બેન સ્ટોક્સે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ગુરુવાર 17 ઓક્ટોબરની સાંજે ઉત્તર પૂર્વમાં કેસલ ઈડન વિસ્તારમાં માસ્ક પહેરેલા શખ્સોએ મારા ઘરની ચોરી કરી હતી. તેઓ ઘરેણાં, અન્ય કિંમતી ચીજવસ્તુઓ અને અંગત વસ્તુઓન લઇને નાસી છૂટ્યા હતા. તેમાંથી ઘણી વસ્તુઓ સાથે મારી અને મારા પરિવારની લાગણીઓ જોડાયેલી છે. આ કૃત્ય કરનાર લોકોને શોધવામાં કોઈપણ મદદ કરવા અપીલ છે.”
તેણે વધુમાં લખ્યું કે, “જોકે ચિંતાજનક વાતએ હતી કે મારી પત્ની અને 2 નાના બાળકો ઘરમાં હતા ત્યારે આ લુંટ થઇ હતી. સદનસીબે, મારા પરિવારમાંથી કોઈને પણ શારીરિક નુકસાન થયું નથી. સમજી શકાય છે કે, આ બાબતની અસર તેમની ભાવનાત્મક અને માનસિક સ્થિતિ પર પડી છે. જરા વિચારી જુઓ કે પરિસ્થિતિ કેટલી ખરાબ થઇ શકી હોત.”
Also Read – ગૌતમ હવે ગંભીર મુશ્કેલીમાં, છેતરપિંડીના કેસમાં અદાલતની નવેસરથી તપાસનો આદેશ!
બેન સ્ટોક્સે લોકોને વસ્તુ શોધવા અપીલ કરતા લખ્યું કે “હું કેટલીક ચોરાયેલી વસ્તુઓના ફોટોગ્રાફ્સ શેર કરી રહ્યો છું. મને આશા છે કે આ વસ્તુઓ સરળતાથી ઓળખી શકાશે.”
સ્ટોક્સે તેના ફોલોઅર્સને વસ્તુઓ મળે તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી.