નેશનલ

વીજકરંટને કારણે થતી દુર્ઘટનાઓમાં કંપનીઓએ આપવું પડશે વળતર, દિલ્હી સરકાર લાવી રહી છે નવા નિયમો

રાજધાની દિલ્હીમાં શોર્ટસર્કિટથી આગ સહિતની દુર્ઘટનાઓ પર નિયંત્રણ લાવવાના ભાગરૂપે કેજરીવાલ સરકાર નવો પ્રસ્તાવ લાવી રહી છે. દિલ્હી ઇલેક્ટ્રીસીટી રેગ્યુલેટરી કમિશન દ્વારા નવા નિયમો બનાવવામાં આવશે જેમાં વીજકરંટથી જો કોઇ દુર્ઘટના સર્જાય તો વીજકંપનીઓએ તેનું વળતર ચૂકવવું પડશે, આ પ્રસ્તાવને કેજરીવાલ સરકારે મંજૂરી પણ આપી દીધી છે.

આ નિયમ આવ્યા બાદ વીજ કંપનીઓએ પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબુત બનાવવું પડશે જેથી કોઈ અકસ્માત ન થાય અને તેમ છતાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો વીજ કંપનીઓ પીડિતને યોગ્ય આર્થિક સહાય આપવા બંધાયેલી રહેશે. દિલ્હીમાં વીજકરંટથી થતા અકસ્માતોને લઈને અત્યાર સુધી કોઈ સ્પષ્ટ નીતિ નથી.


જો કોઈ વ્યક્તિ વીજ કરંટથી ઇજાગ્રસ્ત થાય છે અથવા મૃત્યુ પામે છે, તો ઘટના અંગે વીજ કંપનીઓ જવાબદારી લેતી નહોતી. આ સ્થિતિમાં પીડિત પરિવારોને સમયસર કોઈ આર્થિક મદદ મળતી નહોતી અને તેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આથી દિલ્હી સરકારના વિદ્યુત વિભાગે એક પ્રસ્તાવ તૈયાર કર્યો હતો, જેથી સરકાર દિલ્હી વિદ્યુત નિયમન પંચને નિયમો બનાવવા માટે આદેશ જારી કરી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button