મુંબઈ: આજે શેર બજારે ફરી નબળી શરૂઆત (Indian Stock market) નોંધાવી છે, આજે ફરી બજાર રેડ સિગ્નલ પર ખુલ્યું. BSEનો સેન્સેક્સ 136.22 પોઈન્ટ તૂટીને 79,805.96 પોઈન્ટ પર ખુલ્યો હતો.જયારે NSE નિફ્ટી 33.85 પોઈન્ટના ઘટાડા સાથે 24,307.00 પોઈન્ટ પર ખુલ્યો. આજે મંથલી એક્સપાયરીને કારણે બજારમાં વધઘટ થઈ શકે છે. આજે કોટકબેંક, ટાટાસ્ટીલ, એમએન્ડએમ, નેસ્લેઇન્ડ, અડાનીપોર્ટ્સ, ટાટામોટર્સ, ભારતીઆર્ટલ અને એસબીઆઈના શેરોમાં ઘટાડો નોંધાયો છે.
Also read: સોના-ચાંદીના વેપારીને ફળી ધનતેરસ, 25 ટન સોનું, 250 ટન ચાંદીનું થયું વેચાણ…
ગઈ કાલે બુધવારે શેરબજાર રેડ સિગ્નલમાં બંધ થયું હતું. વૈશ્વિક બજારોમાં નબળા વલણ વચ્ચે બેંક અને ફાઈનાન્સ શેરોમાં વેચવાલીથી બજાર નુકસાન સાથે બંધ થયું હતું. BSE સેન્સેક્સ 426.85 પોઈન્ટ અથવા 0.53 ટકા ઘટીને 79,942.18 પોઈન્ટ પર બંધ થયો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 126 પોઈન્ટ અથવા 0.51 ટકા ઘટીને 24,340.85 પોઈન્ટ પર બંધ થયો હતો