નવી દિલ્હીઃ દેશના લાખો પેન્શનધારકો માટે ખુશીના સમાચાર છે. કેન્દ્ર સરકારે દેશના લાખો પેન્શનધારકોને દિવાળીની ભેટ આપી છે. સરકારે બુધવારે પેન્શનરોને મોંઘવારી રાહતનો વધારાનો હપ્તો આપવાનો આદેશ જારી કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોને ત્રણ ટકા મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR)ના વધારાના હપ્તો આપવાનો નિર્ણય લીધો છે.
Also read: સરદાર પટેલની 150મી જન્મ જયંતિ: કેવડિયા ખાતે વડાપ્રધાન મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી કરાઈ
પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે કેન્દ્ર સરકારના તમામ પેન્શનરો/કૌટુંબિક પેન્શનરો માટે 30 ઓક્ટોબર, 2024ના રોજ એક આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ તેમને તેમના મૂળભૂત પેન્શન/ફેમિલી પેન્શનના 50 ટકાને બદલે 53 ટકા મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત મળશે. આ વધારો 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે એટલે કે પેન્શનધારકોને ચાર મહિનાની DA અને DRની બાકી નીકળતી રકમ મળશે અને તેમની દિવાળી સુધરી જશે.
Also read: 28 લાખ દીવાના ઝગમગાટથી ઝળહળી ઉઠી અયોધ્યા નગરી…
એવી જ રીતે પંજાબ સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો છે. આ નિર્ણયની જાહેરાત કરતા પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને જણાવ્યું હતું કે આ નિર્ણયથી 6.50 લાખથી વધુ કર્મચારીઓ, પેન્શનરો અને તેમના પરિવારોને ફાયદો થશે. કર્મચારીઓ રાજ્ય વહીવટીતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમના હિતોનું રક્ષણ કરવું અને તેમનું કલ્યાણ સુનિશ્ચિત કરવું એ સરકારની ટોચની પ્રાથમિકતા છે.