લાડકીસ્પેશિયલ ફિચર્સ

હું પ્રતિજ્ઞા લઉં છું કે…

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

‘આટલી મોટી ભૂલ હું કઈ રીતે કરી બેઠી?… નાની સૂની ભૂલ હોય તો હજી સમજ્યાં, પણ આ તો બહુ મોટી ભૂલ! અધૂરામાં પૂરું,પાછું હું હાથે કરીને ખાડામાં પડવા જાઉં છું, એમ ગાઈ બજાવીને, કોઈને ફોન કરીને, તો કોઈને ઘરે જઈને મુખામુખ કહી આવી હતી કે, આ વખતે તો ત્રણ જ મહિનામાં જો હું વીસ કિલો વજન નહીં ઉતારું, તો મારું નામ નહીં! ’ કેટલાકે મારી આ પ્રતિજ્ઞા સાંભળીને કહ્યું : ‘જરા તારી પ્રતિજ્ઞા ફરી રિપીટ કરને. મારે જરા રેકોર્ડિંગ કરી લેવું છે.’

અને હું હોંશીલી ને ખંતીલી મોટા અવાજે બોલી પણ ખરી કે,  : ‘હું મોહિની… ત્રણ મહિનામાં વીસ કિલો વજન ઉતારીને એક નવો ઇતિહાસ બનાવીશ. મારા જેવો ઇતિહાસ, ન ભૂતો ન ભવિષ્યતિ.!’  

Also read: મેલ મેટર્સ : આતશબાજીના ઝગમગાટમાં કોડિયાની કદર કરવી ન ભૂલતા…

પાછળથી મારી બા બોલ્યાં, િીજ્ઞિ;ં ‘આવી પ્રતિજ્ઞા તેં ઘણી વાર કરી છે. તારાથી ભૂખ્યાં નહીં રહેવાય. સમજી? િીજ્ઞિ;ં (ઘરના જ શત્રુ હોય પછી બહારનાને શું કહેવાનું?)

‘બા, આ વખતે તું જોઈ લેજે. હું મારું બોલેલું પાળીશ. મારી મિસાલ તમે અન્યને આપતાં થાકી જશો. પ્રેસ ફોટોગ્રાફરો મારા ફોટા પાડતાં થાકી જશે. મારા જેવાં અતિ સુખી (ખાધે- પીધે) મારી સલાહ લેવા આવશે અને અત્યારે જે મને આશંકાથી જુએ છે, એ લોકો ભોંય ચાટતા થઈ જશે.’ 

ઠેર ઠેર ને ઘેર ઘેર મેં પૂરા પ્રયત્નો થકી મારું આ સાહસ ગણો તો સાહસ અને ઇન્દ્રિય ઉપર તેમ જ મન ઉપરના કાબૂની વાત પહોંચાડી દીધી હતી. એક દિવસ તો મારા ઉપર બેસ્ટ લકના ફોન આવતા રહ્યા અને સલાહ સૂચનોનો મારો વરસતો રહ્યો. એટલે એક દિવસ પસાર થઈ ગયો, ગરમ પાણી ને લીંબુ પીવામાં. પણ બીજે દિવસે મોટીબહેન હાથમાં ચાર પાંચ થેલા લઈને આવ્યાં અને બોલ્યાં : ‘બા, આ વર્ષે મારાં સાસુ માંદા છે એટલે દિવાળીની મીઠાઈ, ફરસાણ અને નાસ્તાઓનો કાચો સામાન લાવી છું. આપણે બધા ભેગાં થઈને બંને ઘરનું દિવાળીનું ખાવાનું અહીં જ બનાવી દઈએ.’ ઘરમાં તો દિવાળીની વાનગીઓની સુગંધ ચાલુ થઈ ગઈ. ઘૂઘરા, ચકરી, શક્કરપારા, સુરતની ઘારી પણ બેનબા તો ઘરમાં જ બદામ પિસ્તા નાખીને બનાવવા લાગ્યાં. પડોશણો પણ મદદ કરવા આવી પૂગી. રમાબહેને તો આવતાં જ બૂમ પાડી : ‘પેલી પ્રતિજ્ઞાવાળી ક્યાં ગઈ? એને પણ મદદ કરવા બોલાવો.’

આમ હુંય હિંમત હારું એવી ક્યાં હતી? હસતું મોઢું રાખીને રસોડામાં પ્રવેશી ને બોલી :

‘લાવો, લાવો, રમાબહેન, શું બનાવવાનું છે મારે?’ ઢગલો કામ મને સોંપી, બધીઓ તો ઘડીક ઘારી ચાખે, ઘડીક મઠિયા ચાખે. ઘડીક પૂરી ચાખે, ઘડીક સુંવાળી ચાખે. (આપણે શું… દિવાળીનું ખાઈ ખાઈને ગળા પણ બેસી જશે અને ચરબીના થર પર થર બાજી જશે!)

રમાબહેન  બોલ્યાં : ‘હામી દિવાળીએ તારી આ અપ્સરા મોહિનીએ પ્રતિજ્ઞા લીધી છે, તે સંઘ કાશીએ પહોંચશે ખરો કે?’ 

બા મારી દયા ખાઈને સમતુલિત બોલી : ‘આ વખતે તો એ મક્કમ છે. પણ પછી કંઈ કહેવાય નહીં!’

મોટીબહેન વળી વધારે પડતી ચતરી. કહે,  ‘કોઈ મોહિનીને ખાવા માટે લલચાવતાં નહીં. આ વખતે એની પ્રતિજ્ઞા પાર પડે એ માટે એક પણ નાસ્તો કે મીઠાઈ વગેરે એની સામે ધરવા નહીં અને હા, બધા જ નાસ્તા ને મીઠાઈ, તાળા ચાવીમાં જ રાખવાં. મોહિનીને ગરમ પાણી, ઢબુવાલાનો કડવાટ, કરિયાતું, લીમડો અને કારેલાંનો રસ ને સવાર- સાંજ બસો પગથિયાં ચડ- ઊતર કરાવવાનાં ને સવાર-સાંજ એને પાંચ-છ કિલોમીટર દોડાવવાની છે.’ 

Also read: બોલો, તમારા કેટલા મિત્ર છે/ કેટલા હોવા જોઈએ ને કેટલા ટકે છે?

વચ્ચે એક દિવસે થોડો લાગ શોધી જોયો, પણ જે કબાટમાં નાસ્તા હતા એ કબાટને મોટું ખંભાતી તાળું મરાયેલું હતું. ભરપૂર નાસ્તા-મીઠાઈ ઝાપટીને તાકતવર બનેલા મારા ભાઈ-ભાંડુ ને બા- બાપાએ મને ટાઇમટેબલ પ્રમાણે દોડવા, પગથિયાં ચડઊતર કરવા, ગરમ પાણીને કડવાટ, ને ફાકી પર ફાકી ફકાવવામાં જીવનની ધન્યતા પ્રાપ્ત કરવા માંડી હતી. પડોશમાં ચોથા દિવસે કથા હતી. ત્યાં પણ ઘરના જાસૂસો સાથે જ હતા. મને એમ હતું કે હાશ! પ્રસાદ તો ભગવાનના નામે હું ઝાપટી જ જઈશ!

પણ જેવો પ્રસાદ આવ્યો કે મોટીબેને પ્રસાદ ઉપરની તુલસી મને આપી. મારા ભાગનો અને એમના ભાગનો પ્રસાદ એમણે મજેથી ઝાપટી લીધો અને સાથે બોલતાં પણ જાય, ‘રમાકાકી, શીરો એટલે શીરો! ચોખ્ખા ઘી ને દૂધનો શીરો તો ગળામાં એવો સરકી ગયો, કે મજા આવી ગઈ હોં!’ મોહિનીના ભાગનો દડિયો ભરીને પ્રસાદ હું જ ઝાપટી જઈશ.’ એમ કહીને મારી સામે જ રસોડામાંથી દડિયો ભરીને પ્રસાદ લાવી, ઝાપટવા લાગી. મારે પણ આમ સામી દિવાળીએ આવી પ્રતિજ્ઞા લેવી જોઈતી નહોતી. એ મને સમજાયું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.  પાંચમા દિવસે સવારે પાંચ કિલોમીટર ચાલ્યા પછી ચક્કર આવવા શરૂ થયા, પણ પ્રતિજ્ઞા લીધી હતી એટલે આંખો બંધ કરીને અંદર રહેલા નર્મદને જગાડવાની કોશિશ કરી.

Also read: દારા પોચખાનાવાલા સર,વી વિલ મિસ યુ

કાળીચૌદસને દિવસે સવારના પહોરમાં દેસાઈ વડા ને સાથે ભાઈઓને ભાવતાં ભજિયાં, પૂરી, ઘરનાં દહીંનો શ્રીખંડ અને બે જાતનાં શાક, પડોશમાંથી આવેલાં દૂધપાક-પૂરી, ને રમાકાકીના માલપૂડા… રસોડામાં તો જાણે ભગવાન માટે બત્રીસ પકવાનનો ભોગ લાગ્યો હોય, એમ ફરસાણ, મીઠાઈ અને જાત જાતની વાનગીઓના થાળ જોઈ જોઈને વારેવારે મન કહે : ‘પ્રતિજ્ઞાની તો ઐસી કી તૈસી! તું તારે ઝાપટવા માંડ તો બીજી ક્ષણે પ્રતિજ્ઞાનો વીડિયો ઘેર ઘેર ફરે છે. તું તો ઇતિહાસ રચવાની છે ને?’ ના ઉદગાર મનમાં ચકરાવે ચડ્યા હતા.

ગેસ ઉપર બાએ કડવાટ ઊકળવા મૂક્યો, એની કડવી વાસ અને બીજી તરફ ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાયેલાં દૂધપાક, શ્રીખંડ, પૂરી, ભજિયાં જેવાં પકવાનોની સુગંધ! બા કડવાટ ગ્લાસમાં ભરીને મને આપવા આવે, તે પહેલાં મેં નર્મદે કહેલું તે ડગલું ભર્યું. પણ… કડવાટ તરફ નહીં.

મેં ડાઇનિંગ ટેબલ તરફ મક્કમ પગલું ભરી ઝાપટવાનું શરૂ કર્યું. મોટીબહેન ને બા મારા સુધી પહોંચે, એ પહેલાં કહી દીધું:  

‘ત્રણ મહિનામાં વીસ કિલો વધારીશ એમ કહ્યું હતું… ઉતારીશ એમ નહોતું કહ્યું! સપરમે દહાડે તમારે બધાએ મિષ્ટાન્ન ઝાપટવાનાં અને અમારે ભૂખે મરવાનું? પ્રતિજ્ઞા હું ચાલુ રાખીશ, પણ દિવાળી પછી… જ્યાં સુધી આવાં મિષ્ટાન્નો બનશે ત્યાં સુધી તો મારું ડગલું મિષ્ટાન્ન તરફ જ ઊઠશે. બાકી કડવાટ તો જીવનમાં ક્યાં નથી બા? ખરું ને?!’

Also read: આપણે ઑલિમ્પિક્સમાં જ કેમ પાણીમાં બેસી જઈએ છીએ?

બા બોલી ઊઠી, િીજ્ઞિ;ં ‘હવે મને જે ફિકર હતી કે આટલું બધું કોણ ખાશે? નક્કી બધું ફેંકવાનો વારો આવશે. પણ હવે મારી એ ફિકર તો ઓછી થઈ ગઈ. હાશ…! ’ 

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker