Gold Silver: ધનતેરસ પર સોના-ચાંદીના વેચાણનો આંકડો સામે આવ્યો છે. આ વર્ષે સોના-ચાંદીનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. દર વર્ષે દેશમાં ધનતેરસ પર સોના-ચાંદીની ખરીદી વધી રહી છે. ચાલુ વર્ષે આશરે 2500 કરોડ રૂપિયાના સોના-ચાંદીની ખરીદી થઈ છે. માત્ર એક જ દિવસમાં 20 હજાર કરોડનું સોનું ખરીદવામાં આવ્યું છે.
આ પણ વાંચો : વૈશ્ર્વિક સોનું વિક્રમ સપાટીની નજીક પહોંચતા સ્થાનિકમાં ₹ ૫૦૦ની તેજી, ચાંદી ₹ ૧૭૮૭ ઉછળી
નિષ્ણાતો દ્વારા આ વર્ષે ધનતેરસ પર આશરે 60 હજાર કરોડ રૂપિયાના કારોબારનો અંદાજ લગાવાયો હતો. જ્યારે દિવાળી સુધી આ આંકડો એક લાખ કરોડ રૂપિયાને પાર થવાનો અંદાજ હતો. સોના, ચાંદી ઉપરાંત પીતળના વાસણની પણ વધારે ખરીદી થઈ છે.
25 ટન સોનાનું વેચાણ
એક અંદાજ મુજબ માત્ર સોનાના વેચાણે જ 20,000 કરોડ રૂપિયાનો આંકડ પાર કરી લીધો છે. વેપારીઓએ ફેસ્ટિવ સીઝનમાં પહેલાથી જ વેચાણ વધવાનો અંદાજ લગાવ્યો હતો. લોકોએ સોના-ચાંદીના ઘરેણા, વાસણ, કપડા, ઈલેક્ટ્રોનિક્સ તથા વાહનો ખરીદી કરી હતી. ફેસ્ટિવ સીઝનમાં સોના-ચાંદીના વેચાણમાં તેજી આવી છે. બીઆઈએસમાં 2 લાખ રજિસ્ટર્ડ જ્વેલર્સ છે, જેમણે ધનતેરસ પર 25 ટન સોનાનું વેચાણ કર્યુ છે. જેનું મૂલ્ય આશરે 20 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. આ રીતે દેશભરમાં 250 ટન ચાંદી ધનતેરસ પર વેચાઈ હતી. જેની અંદાજિત કિંમત 2500 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો : Silver Price : ચાંદીના ભાવ પણ ઓલ ટાઇમ હાઇ, આ છે કારણો
એક વર્ષમાં સોના-ચાંદીની કિંમતમાં કેટલો થયો વધારો
ઉલ્લેખનીય છે કે એક વર્ષમાં સોનાની કિંમતમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. વર્ષ 2024માં સોનાના કિંમતમાં 30 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. ગત વર્ષે ધનતેરસ પર સોનાનો ભાવ 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ હતો, જે હવે વધીને 80 હજાર થઈ ગયો છે. ચાંદીનો ભાવ પણ ગત વર્ષના 70 હજાર પ્રતિ કિલોથી વધીને આશરે 1 લાખ રૂપિયા નજીક પહોંચી ગયો છે.