શૅરબજારના માર્કેટ કેપિટલમાં ₹ ૧.૨૧ કરોડ વધ્યું
મુંબઇ: સેક્ટરલ ઈન્ડાયસીસમાં સર્વિસીસ સૌથી અધિક વધ્યો હતો અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ સૌથી અધિક ઘટ્યો હતો. બુધવારે બીએસઈ સેન્સેક્સ ગત મંગળવારના ૮૦,૩૬૯.૦૩ના બંધથી ૪૨૬.૮૫ પોઈન્ટ્સ (૦.૫૩ ટકા) ઘટ્યો હતો. માર્કેટ કેપ રૂ. ૧.૨૧ લાખ કરોડ વધીને રૂ.૪૩૬.૦૭ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ૮૦,૨૩૭.૮૫ ખૂલીને ઊંચામાં ૮૦,૪૩૫.૬૧ સુધી અને નીચામાં ૭૯,૮૨૧.૯૯ સુધી જઈને અંતે ૭૯,૯૪૨.૧૮ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ૧૧ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૯ સ્ક્રિપ્સ ઘટી હતી.
એક્સચેન્જમાં ૪,૦૧૧ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૨,૮૯૨ સ્ટોક્સ વધ્યા હતા, ૧,૦૪૦ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૭૯ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૧૩૧ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૫૧ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૦.૦૪ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૧.૫૪ ટકા વધ્યા હતા. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૧.૬૨ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૩.૫૬ ટકા વધ્યો હતો. સેક્ટરલ ઈન્ડાયસીસમાં બીએસઈ સર્વિસીસ ૧.૮૬ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૧.૦૪ ટકા, એફએમસીજી ૦.૯૫ ટકા, કોમોડિટીઝ ૦.૭૧ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૫૮ ટકા અને ટેલિકોમ્યુનિકેશન ૦.૨૬ ટકા વધ્યા હતા. કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૨૧ ટકા, બેન્કેક્સ ૧.૦૪ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૦.૮૩ ટકા, ટેક ૦.૭૬ ટકા, ઈન્ફોર્મેશન ટેકનોલોજી ૦.૬૭ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૬૨ ટકા, પાવર ૦.૪૬ ટકા ઘટ્યા હતા.