જૈન મરણ
ગામ રાપરના હાલે ઘાટકોપર માનવંતીબહેન મોરબીયા (ઉં. વ. ૬૮) ૩૦-૧૦-૨૪ ને બુધવારના અરિહંતશરણ થયેલ છે. સ્વ. શાંતિલાલ મગનલાલ મોરબીયાના ધર્મપત્ની. પુત્ર અને પુત્રવધૂ કુંજન ભાવેશ મોરબીયા, ઉર્વી પંકજ મોરબીયા, પુજા રોહિત મોરબીયા. દીકરી જમાઈ અલ્કા રાજેશ મહેતા. ભાઈબહેન: ત્રિભોવનભાઈ, ચંદુભાઈ, પ્રેરણાજી- મહાસતીજી સાવીત્રીબહેન, ભાનુબહેન, ઉર્મિલાબહેન. પ્રાર્થનાસભા તથા લૌકીક વહેવાર રાખેલ નખી. ચક્ષુદાન કરેલ છે.
દશા શ્રીમાળી શ્ર્વેતાંબર મૂ. જૈન
મહેસાણા નિવાસી હાલ માટુંગા મહેશભાઈ હરડે (ઉં. વ. ૮૧) ૩૦-૧૦-૨૪, બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પ્રભાવતીબેન સુમતીલાલ હરડેના પુત્ર સ્વ. મનીષાબેનના પતિ. હેમાંગ, નયસાર તથા ભાવિકાના પિતા. ધ્વનિ, નમ્રતા તથા નૈનેશભાઈના સસરા. મોહીતભાઈ, જ્યોત્સનાબેન દિનેશભાઈ શાહ, સ્વ. રેણુકાબેન મધુસુદનભાઈ શાહ, મીનાબેન પ્રમોદભાઈ શાહના ભાઈ. વીસનગરના નિવાસી સ્વ. કાંતીલાલ જમનાદાસ મણિયારના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા.જૈન
લીંબડી (સુરેન્દ્રનગર) હાલ ભાયંદર નિવાસી સ્વ.કાંતિલાલ ત્રિકમલાલ શાહ (શેઠ)નાં પુત્રવધૂ આરતી દિપક શાહ (શેઠ) (ઉં. વ. ૬૧), તે પીનાંક નાં માતુશ્રી, પૂજાના સાસુ, છબીલદાસ ટી. શેઠ તથા શારદાબેન જયંતીલાલ તલસાણીયાનાં ભત્રીજા વહુ, છતરિયાલા નિવાસી (હાલ ભાયંદર) સરલાબેન મહેન્દ્રભાઈ શાહનાં દીકરી, અલકા વિપુલ શાહ, આશા જયેશકુમાર ભીમાણી, મીના નીલેશ કુમાર કાંટાવાળા, માલતી રાજેન કુમાર ધુલિયા, ડીમ્પલ યજ્ઞેશકુમાર વ્યાસ, સ્વ . અપૂર્વના બહેન, પહેલના દાદી, મંગળવાર તા. ૨૯-૧૦-૨૪ નાં રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તેમજ પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી દિ. જૈન
વિંછીયા નિવાસી હાલ કાંદિવલી ચંદનબેન હરિલાલ મોહનલાલ ટોલીયાના પુત્રવધૂ તે સ્વ. જયમન હરિલાલ ટોલીયાના ધર્મપત્ની કવિતાબેન (ઉં.વ. ૭૦) દેહપરિવર્તન તા. ૨૮-૧૦-૨૪, સોમવારના થયેલ છે. તે બિપીનભાઈ, સ્વ. કુમકુમબેન રાજેશભાઈ શાહ, સ્વ. હિરેનભાઈ, જયેશભાઈના ભાભી. હર્ષાબેન, રીટાબેન, વર્ષાબેનના દેરાણી. પિયર પક્ષે અમદાવાદ નિવાસી હરિલાલ શેઠના દિકરી. ઘનશ્યામભાઈ, વિજયભાઈ, જયશ્રીબેન, ગીતાબેન દોશીના બેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગુંદાલાના મુરજી ખીમજી રાંભીયા (ઉં.વ. ૮૪) તા. ૨૮-૧૦-૨૪ના અવસાન પામ્યા છે. ઉમરબાઇ ખીમજીના સુપુત્ર. વેજબાઇ (વિમળા)ના પતિ. દક્ષા, અશ્ર્વિન, ભાવેશ, કેતનના પિતા. લાખાપુરના કુંવરબેન વેલજી વીરપારના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભાવેશ મુરજી રાંભીયા, બી-૨૦૭, દેવમદન કો.હા.સો.લિ., ગોપાલનગર-૧, કલ્યાણ રોડ, ડોંબીવલી (ઇસ્ટ) થાણે-૪૨૧૨૦૧. (હાલે મુલુંડ).
બિદડાના ગેલાણી ફરીયાના લક્ષ્મીબેન જેઠાલાલ મેઘજી છેડા (ઉં.વ. ૮૫) તા. ૨૯-૧૦-૨૪ના અવસાન પામેલ છે. ગાંગબાઇ મેઘજી વેલજીના પુત્રવધૂ. જેઠાલાલના પત્ની. સુધીર, નરેન્દ્ર, ઇન્દુના માતાજી. નાંગલપુરના રાજબાઇ ટોકરશી ઘેલાના પુત્રી. જગશી ગેલાના ભત્રીજી. સાકર, કુંવરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. સુધીર જેઠાલાલ છેડા, ૧૦૩, વાસ્તુ માટુંગા, લક્ષ્મીનારાયણ લેન, માટુંગા (સે.રે.), મું. ૧૯.
મેરાઉના સેવંતીલાલ કલ્યાણજી ગંગર (ઉં.વ. ૭૪) તા. ૨૮-૧૦-૨૪ના અવસાન પામેલ છે. પાનબાઈ કલ્યાણજીના પુત્ર. કમલાના પતિ. અવનીના પિતા. મહેન્દ્ર, ગિરીષ, શશીકલા (સ્વ. દમયંતી), મંજુલા, અલ્કા (સ્વ. અરૂણા), મીનાક્ષીના ભાઈ. ગંગાબાઈ વેલજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન, ત્વચાદાન, દેહદાન કરેલ છે. નિવાસ: કમલા ગંગર, એ-૮૦૨, શિવ શક્તિ એપાર્ટમેન્ટ, ડો. આર.પી. રોડ, માનવ જ્યોતની બાજુમાં, મુલુંડ (વે).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ત્રાપજ નિવાસી હાલ બોરીવલી ઉમેદચંદ ગાંધી (ઉં.વ. ૯૦) મંગળવાર, તા. ૨૯-૧૦-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તે અનોપબેન પાનાચંદ ગોરધનદાસ ગાંધીના સુપુત્ર. ગૌતમ, મીણા ભરતકુમાર, ભાવના નિતીનકુમાર, બિંદુ મિલનકુમારના પિતાશ્રી. મીનલના સસરા. ખ્યાતિ પ્રતિકકુમાર, મિરલના દાદા. સ્વ. શાંતિભાઈ, સ્વ. જયંતિભાઈ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. લીળાવતી બાવચંદ પારેખ, સ્વ. ગુલાબાબેન નગીનદાસ દોશીના ભાઈ. સાસરાપક્ષે સ્વ. ભૂપતરાઈ મગનલાલ અગ્યાલીવાળા તથા હસુમતીબેન હિંમતલાલ શાહના બનેવી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.