Cricket Record: ટેસ્ટ ક્રિકેટમાં સાઉથ આફ્રિકાએ રચ્ચો ઈતિહાસ, પ્રથમ વખત ટેસ્ટની એક ઈનિંગમાં ફટકાર્યા આટલા છગ્ગા
SA vs BAN: બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા વચ્ચે ચટ્ટોગામમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટની જેમ બીજી ટેસ્ટમાં પણ સાઉથ આફ્રિકાએ શાનદાર બેટિંગ કરીને બાંગ્લાદેશને બેકફૂટ પર ધકેલી દીધું છે. સાઉથ આફ્રિકાએ બીજા દિવસે ત્રણ બેટ્સમેનોની સદીની મદદથી તોતિંગ સ્કોર બનાવ્યો હતો. સાઉથ આફ્રિકાએ 6 વિકેટ પર 577 રનના સ્કોર પર પ્રથમ ઈનિંગ ડીકલેર કરી હતી. આ રીતે આફ્રિકાની ટીમે એશિયામાં ત્રીજો સૌથી મોટો ટેસ્ટ સ્કોર બનાવ્યો હતો. સાઉથ આફ્રિકી ટીમે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ચોથી વખત 550થી વધુનો સ્કોર બનાવ્યો હતો.
આ પણ વાંચો: આઇસીસી ટેસ્ટ રૅન્કિંગમાં ભૂકંપ…ભારતના બે સ્ટાર બૅટર ટૉપ-ટેનની બહાર…
સાઉથ આફ્રિકાની ટીમ તરફથી ટોની ડી જોર્જી અને ટ્રિસ્ટન સ્ટબ્સ ઉપરાંત વિયાન મુલ્ડરે શાનદાર સદી ફટકારી હતી. તેણે પોતાની ઈનિંગમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ટ્રિસ્ટન સ્ટબપલે 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા. મુલ્ડરે 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 105 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાની પ્રથમ ઈનિંગમાં તમામ બેટ્સમેનોએ કુલ મળીને 17 છગ્ગા ફટકાર્યા અને નવો રેકોર્ટ બનાવ્યો હતો. સાઉથ આફ્રિકાએ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં સૌથી વધારે છગ્ગા મારવાનો રેકોર્ડ બનાવ્યો હતો અને તેનો જ 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. વર્ષ 2010માં સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટ મેચની ઈનિંગમાં 15 છગ્ગા મારવાનું પરાક્રમ કર્યું હતું.
આ પણ વાંચો: ‘અમે અન્ય ટીમોને બતાવ્યું કે ભારતીય ટીમને…’, ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલરનું મોટું નિવેદન
ટેસ્ટ મેચની એક ઈનિંગમાં સાઉથ આફ્રિકા દ્વારા ફટકારવામાં આવેલા સૌથી વધુ છગ્ગા
17 વિ બાંગ્લાદેશ, ચટગાંવ, 2024
15 વિ વેસ્ટ ઈન્ડીઝ, બૈસેટેરે, 2010
12 વિ ઓસ્ટ્રેલિયા, કેપટાઉન, 2009
12 વિ ભારત, સેંચુરિયન, 2010
સાઉથ આફ્રિકા 17 છગ્ગા મારવાની સાથે ટેસ્ટની એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે ઓસ્ટ્રેલિયા સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને આવી ગયું છે. ઓસ્ટ્રેલિયાએ 2003માં ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ મેચની એક ઈનિંગમાં 17 છગ્ગા માર્યા હતા. એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે.
ટેસ્ટની એક ઈનિંગમાં ટીમ દ્વારા સૌથી વધુ સિક્સ
22 છગ્ગા – ન્યૂઝીલેન્ડ વિ પાકિસ્તાન, શારજાહ, 2014
18 છગ્ગા – ભારત વિ ઈંગ્લેન્ડ, રાજકોટ, 2024
17 છગ્ગા – ઓસ્ટ્રેલિયા વિ ઝિમ્બાબ્વે, પર્થ, 2003
17 છગ્ગા – સાઉથ આફ્રિકા વિ બાંગ્લાદેશ, ચટ્ટોગામ, 2024
16 છગ્ગા – શ્રીલંકા વિ આયર્લેન્ડ, ગૉલ, 2023