રિયલ એસ્ટેટના વ્યવહારોમાં પારદર્શકતા લાવવાનો મહારેરાએ ભર્યું મોટું પગલું…
મુંબઈ: રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેકશનમાં પારદર્શકતા લાવવા માટે મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (મહારેરા) દ્વારા અલોટમેન્ટ લેટર્સના પ્રોફોમામાં અને વેચાણના કરારમાં સુધારો તથા રજિસ્ટર્ડ રિયલ એસ્ટેટ એજન્ટો દ્વારા કરાતા ટ્રાન્ઝેકશન માટે નવો ક્લોઝ ‘ક્લોઝ-૧૫એ’ને અમલમાં મૂકવામાં આવ્યો છે. ત્રીજી સપ્ટેમ્બર, ૨૦૨૪થી આ સુધારો અમલમાં ગણાશે.
આ પણ વાંચો : હવે ઘર ટ્રાન્સફર કર્યા બાદ પાંચ વર્ષ સુધી બિલ્ડર રહેશે જવાબદાર: કોઇ પણ ખામી 30 દિવસમાં દૂર કરવી રહેશે ફરજિયાત
ક્લોઝ-૧૫એ હેઠળ રજિસ્ટર્ડ એજન્ટોએ હવે પ્રોફોમામાં તમામ ફી, ચાર્જીસ અથવા કમિશનની સ્પષ્ટતા કરાવાની જરૂરી રહેશે. નિયમોના આધારે પ્રમોટર અને અલોટી વચ્ચે ચુકવણીની જવાબદારીઓની ખાતરી કરવાની રહેશે.
પ્રોપર્ટીની ખરીદી કરનાર અને ડેવલપર્સ વચ્ચેનો વ્યવહારમાં સરળતા લાવવા તથા એજન્ટ ફી અંગે થતા વિવાદો ટાળવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : QR કોડ નહીં લગાવનારા બિલ્ડર સામે RERAનું આક્રમક વલણ
રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, ૨૦૧૬ સાથે દસ્તાવેજો રજિસ્ટ્રેશન કરાવવા માટેના મહારેરા દ્વારા ચાલી રહેલા પ્રયાસોનો ઉક્ત સુધારો એક ભાગ છે. અગાઉના આદેશોમાં વિવિધ ક્લોઝ અને શેડ્યુલ્સની માહિતીનો સમાવેશ કરી પ્રોફોમાને અપડેટ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું, પરંતુ ૨૦૧૯માં રજૂ કરવામાં આવેલા ક્લોઝ-૧૫એમાં ફેરફાર કરવાની જરૂર જણાઇ હતી. ફરજિયાત રજિસ્ટ્રેશનમાંથી મુક્ત કરાયેલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટોના રજિસ્ટ્રેશનમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવા માટે ઓતોરિટી દ્વારા તાજેતરમાં પ્રયાસ કરવામાં આવ્યો હતો.