આપણું ગુજરાતટોપ ન્યૂઝ

PM Modi એ એકતાનગરમાં રૂ. 280 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો, જૂઓ વીડિયો…

PM Modi at Ekta Nagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 48 કલાકના સમયગાળામાં બીજી વખત ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. સરદાર પટેલની જન્મ જયંતિને લઈ તેઓ એકતાનગર ખાતે આવ્યા છે. કેવડિયામાં તેમણે રૂ. 280 કરોડથી વધુના મૂલ્યના વિવિધ માળખાકીય અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પછી વડાપ્રધાન 99માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કર્યું હતું.

આ પણ વાંચો : PM Modi બુધવારથી ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે, એકતા દિવસની ઉજવણીમાં થશે સામેલ

વડાપ્રધાને રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ આરંભ 6.0માં 99મા કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધિત કર્યા હતા. આ વર્ષના કાર્યક્રમની થીમ આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે રોડમેપ હતી. 99માં કોમન ફાઉન્ડેશન કોર્સ- આરંભ 6.0માં ભારતની 16 સિવિલ સર્વિસીસ અને ભૂટાનની ત્રણ સિવિલ સર્વિસના 653 અધિકારી તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે. આવતીકાલે પીએમ મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે અને પોલીસ કર્મચારીઓને એકતા દિવસના શપથ લેવશે અને યુનિટી ડે પરેડના સાક્ષી બનશે.

વડાપ્રધાને આજે જે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું તેનો ઉદ્દેશ પ્રવાસી અનુભવને વધારવા, સુલભતામાં સુધારો કરવા અને પ્રદેશમાં સ્થિરતાની પહેલને સમર્થન આપવાનો છે. આવતીકાલે એકતા દિવસ પરેડમાં 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસ, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને એક માર્ચિંગ બેન્ડની 16 માર્ચિંગ ટુકડીઓ સામેલ થશે. વિશેષ આકર્ષણોમાં NSGની હેલ માર્ચ ટુકડી, BSF અને CRPFના મહિલા અને પુરુષ બાઇકર દ્ધારા સાહસિક પ્રદર્શન, BSF દ્વારા ભારતીય માર્શલ આર્ટના સંયોજન પર એર શો, શાળાના બાળકો દ્વારા પાઇપ બેન્ડ શો, ભારતીય વાયુસેના દ્વારા સૂર્ય કિરણ ફ્લાયપાસ્ટ વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રને કરોડોના વિકાસકાર્યોની ભેટ: પીએમ મોદીએ દૂધાળા ગામે ભારત માતા સરોવરનું લોકાર્પણ

31 ઓક્ટોબરે વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમોમાં ભાગ લેશે. સવારે 7.15 કલાકે તેઓ પુષ્પાંજલિ અર્પણ કરશે અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપશે. આ પછી તેઓ 7:30 વાગ્યે પરેડ ગ્રાઉન્ડ પર એકતા પરેડમાં સામેલ થશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે. વડાપ્રધાન સવારે 10 વાગે દિલ્હી જવા રવાના થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button