ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

દેપચાંગ અને ડેમચોકમાં જલદી શરૂ થશે પેટ્રોલિંગ, દિવાળી પર મીઠાઈની કરશે આપ-લે

India – China Relations: દેપસાંગ અને ડેમચોકમાં (Depsang and Demchok) ભારત-ચીને સૈનિકોને પરત (Disengagement between India and China) બોલાવવાની જાહેરાત કરી દીધી છે. ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું કે, બંને પક્ષો તરફથી જલદીથી પેટ્રોલિંગ શરૂ કરવામાં આવશે (Coordinated patrolling to start soon by both sides) અને ગ્રાઉન્ડ કમાન્ડર (Ground commanders) વાતચીત શરૂ થશે. ગુરુવાર, 31 ઓક્ટોબરના રોજ દિવાળી પર બંને પક્ષ એકબીજાને મીઠાઈ (Exchange of sweets on Diwali) વહેંચશે.

ભારતીય અને ચીની સૈનિક તેમની જગ્યા ખાલી કર્યાની તથા અસ્થાયી બાંધકામને હટાવવાની પુષ્ટિ કરી છે. વિદેશ સચિવે 21 ઓક્ટોબરના રોજ જાહેરાત કરી હતી કે, ભારત અને ચીન પૂર્વ લદ્દાખ પાસે એલએસી પર થયેલા ટકરાવ બાદ પીછેહઠ કરવાની સમજૂતી પર પહોંચી ગયા છે. રક્ષા સૂત્રોના અનુસાર, પૂર્વ લદાખ સેક્ટરના દેપસાંગ અને ડેમચોક વિસ્તારમાં સૈનિકોની વાપસીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.

આપણ વાંચો: વધુ બાળકો પેદા કરવા Chinaની સરકાર દંપતીઓને આપી રહી છે સબસિડી અને ટેક્સમાં રાહત

ભારતીય સેનાના એક સૂત્રએ જણાવ્યું, તાજેતરનો એગ્રીમેંટ માત્ર ડેમચોક અન દેપસાંગ માટે માન્ય રહેશે. અન્ય ટકરાવ વાળી જગ્યા પર આ સમજૂતી લાગુ નહીં થાય. બંને પક્ષના સૈનિકો એપ્રિલ 2020 પહેલાની સ્થિતિમાં પરત આવશે.

ગત સપ્તાહે ભારતે જાહેરાત કરી હતી કે, પૂર્વ લદાખમાં એલએસી પર પેટ્રોલિંગ કરવા માટે ચીનની સાથે સમજૂતી કરી લેવાઈ છે, જે આ વિસ્તારમાં ચાર વર્ષથી ચાલી રહેલા સૈન્ય ઘર્ષણને સમાપ્ત કરવામાં એક મોટી સફળતા છે.

તાજેતરમાં રશિયાના કઝાન શહેરમાં યોજાયેલી બ્રિકસ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આશરે 5 વર્ષ બાદ દ્વિપક્ષીય મંત્રણા થઈ હતી. જે બાદ આ મુદ્દાનો નિવેડો આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker