Super Powerની ચકાસણી કરવા વિદ્યાર્થીએ ચોથા માળ પરથી કૂદકો માર્યો અને પછી જે થયું…
આજકાલના યુવાનિયાઓ દરેક વસ્તુની સાબિતી મેળવવા માટે અને પુરાવવા મેળવવા માટે એટલા આગળ નીકળી જાય છે કે ઘણી વખત તો વાત જીવ પર આવી જાય છે. ભારતના તમિળનાડુના કોયંબટુરથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે જેના વિશે જાણીને તમે ચોંકી ઉઠશો અને વિચારશો કે આખરે કોઈ આટલી મુર્ખાઈ કઈ રીતે કરી શકે છે?
ચાલો તમને જણાવીએ શું છે આખો કિસ્સો-
મળી રહેલી માહિતી પ્રમાણે પ્રભુ નામનો વિદ્યાર્થી એન્જિનયિરિંગ કોલેજમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો અભ્યાસ કરી રહ્યો હતો. અચાનક જ તેણે પોતાની કોલેજની હોસ્ટેલના ચોથા માળથી નીચે કૂદી ગયો હતો. પ્રભુએ આવું કર્યું કારણ કે એનું એવું માનવું હતું કે તેની અંદર સુપર પાવર આવી ગઈ છે અને તેને કંઈ નહીં થાય.
સદ્બાગ્યે આ બધામાં તેનો જીવ બચી ગયો છે અને પડવાને કારણે પ્રભુને હાથ-પગમાં ઈજા પહોંચી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ ચોંકી ઉઠશો.
આપણ વાંચો: મનુષ્યનું નવું ભવિષ્ય: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ
સામે આવેલા વીડિયોમાં જોવા મળે છે હોસ્ટેલની બાલકનીની દિવાલ પાસે બે છોકરા ઊભા છે અને બંને પોત-પોતાના ફોનમાં વ્યસ્ત હતા. ત્યારે પાછળથી એક છોકરો આવે છે. બ્લ્યુ રંગના ટી-શર્ટ અને તે દોડીને આવે છે અને ત્યાંથી કૂદી જાય છે. ત્યાં ઉભેલા બાકીના બે છોકરાને કંઈ પણ સમજાય અને કંઈ કરે એ પહેલાં તો પ્રભુ નામનો આ છોકરો ત્યાંથી કૂદી જાય છે.
સદનસીબે આટલી ઊંચાઈથી પડવા છતાં પણ પ્રભુ જીવંત છે અને તેને હાથ-પગ અને માથા પર ઈજા પહોંચી છે. પ્રભુએ કુદકો માર્યો એના થોડાક સમય બાદ જ તેને તરત નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવા માટે લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં ડોક્ટરોએ તેની સારવાર કરી હતી. આ બાબતે ચેટ્ટીપલાયમ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. પ્રભુએ આવું પગલું એટલા માટે ભર્યું કારણ કે તેને એવો ભાસ હતો કે તેની અંદર સુપર પાવર આવી ગઈ છે અને તે બસ આ બાબતની ખાતરી કરવા માંગતો હતો.