પંજાબમાં પોલીસ એન્કાઉન્ટરમાં આરોપીનું મોત, બીજો ફરાર
અમૃતસર: ઉત્તર પ્રદેશમાં ગુનેગારો પર પકડ જમાવવા માટે પોલીસ પ્રશાસન દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં આજે પંજાબ પોલીસે ગેંગસ્ટર વિરુદ્ધ કાર્યવાહી કરતા એન્કાઉન્ટર કર્યું હતું. પોલીસ કસ્ટડીમાંથી છટકી જવાનો પ્રયાસ કરતી વખતે આજે એક ગેંગસ્ટરને ગોળી મારીને ઠાર કરવામાં આવ્યો હતો, જ્યારે બીજો ગુનેગાર ભાગી જવામાં સફળ રહ્યો હતો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેંગસ્ટર ગુરશરણ અને પારસને આ જિલ્લામાં એક જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. બંને ગેંગસ્ટરોએ અગાઉ ઝાડીઓમાં છુપાવેલી બંદૂકો ઉપાડી લીધી હતી અને ભાગી જવાના પ્રયાસમાં અમૃતસર ગ્રામીણ પોલીસ પર ગોળીબાર કર્યો હતો.
આ પણ વાંચો : નાલાસોપારામાં હત્યાકેસનો ફરાર આરોપી 16 વર્ષ બાદ ઉત્તર પ્રદેશથી પકડાયો…
પોલીસ કર્મચારીઓએ સ્વબચાવમાં વળતો ગોળીબાર કર્યો હતો. ગુરશરનનું મૃત્યુ થયું હતું જ્યારે પારસ નદીમાં કૂદીને ભાગી જવામાં સફળ રહ્યો હતો, એમ તેઓએ જણાવ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.
એક નિવેદનમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક સતીન્દર સિંહે જણાવ્યું હતું કે ગુંડાઓને તે સ્થળે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓએ પોલીસને આપેલા નિવેદન અનુસાર હથિયારો છુપાવ્યા હતા. આ અગાઉ ગેંગસ્ટર આઠતિયેની હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે સેલ્ફ ડિફેન્સમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં ગુરશરણનું મોત થયું હતુ, જ્યારે તેનો સાથીદાર છટકી જવામાં સફળ રહ્યો હતો.