આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Assembly Election: મહારાષ્ટ્રમાં ભાજપે બદલી રણનીતિ, PM Modi કરતા યોગી આદિત્યનાથ ડબલ કરશે રેલી…

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે નોમિનેશનની છેલ્લી તારીખ બાદ બુધવારથી ચૂંટણીના પ્રચારે વેગ પકડ્યો છે. મહાવિકાસ આઘાડી (એમવીએ) અને મહાયુતિના દિગ્ગજ નેતાઓની રેલીઓ યોજવામાં આવી રહી છે, જેમાં પીએમ મોદી કરતા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ ડબલ રેલી કરશે.

આ પણ વાંચો : ASSEMBLY ELECTION: મહાયુતિમાં ભાજપ, મહાવિકાસ આઘાડીમાં કૉંગ્રેસ મોટો ભાઈ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના મોટા નેતાની પચાસથી વધુ જાહેર સભાઓ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિતના મોટા નેતાઓ મહારાષ્ટ્રમાં જાહેર સભાઓ કરશે.

પીએમ મોદી પશ્ચિમ મહારાષ્ટ્ર, વિદર્ભ, મુંબઈ-કોંકણ, ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં કુલ ૮ સભા કરશે. ઉપરાંત, સૌથી વધુ જાહેર સભાઓની જવાબદારી દેવેન્દ્ર ફડણવીસ, નીતિન ગડકરી અને ચંદ્રશેખર બાવનકુળેને આપી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અલગ-અલગ જિલ્લામાં ૧૫ રેલી કરશે. હરિયાણાની જેમ મહારાષ્ટ્રમાં પણ સીએમ યોગી ભાજપ અને એનડીએના ઉમેદવારો માટે વોટ માંગશે. યોગી ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાન પણ પ્રચાર માટે મહારાષ્ટ્રમાં આવશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મહારાષ્ટ્રમાં ૨૦ રેલી કરશે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી ૪૦ રેલીઓ કરશે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ ૫૦ રેલીઓ કરશે અને ભાજપના પ્રદેશપ્રમુખ ચંદ્રશેખર બાવનકુળે ૪૦ રેલીઓ કરશે. આ ઉપરાંત સ્થાનિક આગેવાનો માટે પણ રેલીનું આયોજન કરવામાં આવશે.

હરિયાણાની ચૂંટણીમાં પણ પીએમ મોદી અને અમિત શાહે ઘણી ઘણી ઓછી રેલીઓ કરી હતી. ત્યાંના સ્થાનિક આગેવાનો દ્વારા વધુ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે ભાજપે મહારાષ્ટ્રમાં પણ રણનીતિ બનાવી છે. હરિયાણામાં ભાજપે ધાર્યા કરતાં વધુ બેઠકો મેળવી અને રેકોર્ડ સતત ત્રીજી વખત સરકાર બનાવી હતી.

આ પણ વાંચો : ભાજપના બળવાખોર નેતાઓ ગોપાલ શેટ્ટી, ગીતા જૈન, હસમુખ ગેહલોત અપક્ષ ઉમેદવાર

મહારાષ્ટ્રની તમામ સીટો માટે ૨૦ નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. ચૂંટણીના પરિણામો ૨૩ નવેમ્બરે જાહેર થશે. રાજ્યમાં નામાંકન પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે આ પ્રમાણે નેતાઓ રેલી કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આઠ, અમિત શાહ 20, નીતિન ગડકરી 40, ફડણવીસ 50, ચંદ્રશેખર બાવનકુળે 40 અને યોગી આદિત્યનાથ પંદર રેલી કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker