Rajkotમાં દિવાળી કાર્નિવલમાં રામજન્મ ભૂમિની રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર
Latest Rajkot News: દિવાળીના પર્વની (Diwali festivals) શરૂઆત થઈ ચૂકી છે. રાજકોટ શહેરને રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે . શહેરમાં દિવાળી કાર્નિવલનો (diwali carnival) પ્રારંભ થઈ ચૂક્યો છે. રેસ કોર્સ રીંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા યોજાઇ હતી જેમાં 500થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
Also read: અમારે ફક્ત ઘરે જવું છે! વાપી રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ, દુર્ઘટના ટાળવા પોલીસ તૈનાત…
કાર્નિવલમાં શ્રી રામ જન્મભૂમિ, શિવ, નારી શક્તિ, વિવિધતામાં એકતા, ધર્મ નિરપેક્ષતા સહિત અલગ અલગ વિષયો ઉપર રંગોળી સ્પર્ધકોએ બનાવી છે. આ વખતે મહિલાઓ તથા નાની બાળાઓ સાથે બનેલ રેપ વિથ મર્ડરની ઘટના ઉપર મહિલાઓએ રંગોળી બનાવીને સંવેદના બતાવી હતી. સરકાર પાસે મહિલાઓની સુરક્ષા અને નરધમોને ફાંસી જેવી કડક સજા મળે તેવી માંગ પોતાની કળા દ્વારા કરી હતી.
Also read: Gujarat: પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની તબિયત લથડી, કરવી પડી એન્જિયોપ્લાસ્ટી…
આ કાર્નિવલમાં દરરોજ આકર્ષક ઇવેન્ટ યોજાઈ રહી છે. દિવાળીના આ પર્વ પર શહેરના જાહેર રસ્તાઓ રોશનીથી સુશોભિત કરાયા છે, અત્યંત આકર્ષક પણ લાગી રહ્યા છે. રાજકોટ શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. રેસકોર્સ રીંગરોડ ફરતે દર થોડા અંતરે અવનવી લાઈટનું વિશેષ ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે.