નેશનલ

પંજાબ પોલીસની લોરેન્સ બિશ્નોઈ સાથે સાંઠગાંઠ! હાઈ કોર્ટે પંજાબ પોલીસને આપ્યો ઠપકો

ચંડીગઢ: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે, મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા બાદ બિશ્નોઈ ગેંગ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના જીવ પાછળ પડી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગને રાજકીય સમર્થન હોવાની પણ ચર્ચા છે. એવામાં પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે પંજાબ પોલીસના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. હાઈ કોર્ટે કહ્યું કે તમે ગુનાખોરીને પ્રોત્સાહન આપી રહ્યા છો.

જસ્ટિસ અનુપિન્દર સિંહ ગ્રેવાલ અને જસ્ટિસ લુપિતા બેનર્જીની ડિવિઝન બેન્ચે ભારપૂર્વક કહ્યું હતું કે CrPCની કલમ 173 હેઠળ દાખલ કરાયેલા રિપોર્ટને જોતાં એવું લાગે છે કે આ કેસમાં પોલીસ અધિકારીઓ અને ગુનેગાર વચ્ચે સાંઠગાંઠ છે.

બેન્ચે કહ્યું કે પોલીસ અધિકારીઓએ ગુનેગારને જેલમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. ઈન્ટરવ્યુ માટે જેલમાં સ્ટુડિયો જેવી સુવિધા આપી. આ ગુનાને પ્રોત્સાહન આપવા બરાબર છે.

આ પણ વાંચો : બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનને પણ મળી જાનથી મારવાની ધમકી, લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર શંકા

પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાના આરોપી લૉરેન્સ બિશ્નોઈનો ઇન્ટરવ્યુ માર્ચ 2023માં એક ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો.

બેન્ચે અવલોકન કર્યું હતું કે SIT એ ઓળખ કરી છે કે આ ઇન્ટરવ્યુ ખરર ખાતે CIA ઓફિસ પરિસરમાં લેવામાં આવ્યો હતો. વધુમાં, SIT એ પોલીસ અધિકારીઓ દ્વારા ગેરવર્તણૂક અને બેદરકારીના કિસ્સા નોંધ્યા હતા.

બેન્ચે કહ્યું, “પોલીસ અધિકારીઓની સંડોવણી ગુનેગાર અથવા તેના સહયોગીઓ પાસેથી લાંચ લેવાનો સંકેત આપે છે. આ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો બને છે. તેથી આ મામલે વધુ તપાસની જરૂર છે.”

કોર્ટે ડીજીપી દ્વારા આપવામાં આવેલા અગાઉના નિવેદન માટે પણ સ્પષ્ટતા માંગી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જેલમાં કોઈ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો નથી. બેન્ચે જણાવ્યું હતું કે રાજ્યને એ પણ સ્પષ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે કે શું બિશ્નોઈના વારંવાર રિમાન્ડમાં તેને એક જ પોલીસ સ્ટેશન પર રાખવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવ્યો હતો અથવા તપાસ માટે એ જરૂરી હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker