આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

નવાબ મલિકને અજિત પવારે બનાવ્યા ઉમેદવાર તો ફડણવીસ નારાજ…

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકે મંગળવારે મુંબઈમાં માનખુર્દ-શિવાજી નગર વિધાનસભા મતવિસ્તારમાંથી NCP (અજિત પવાર) જૂથના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. દરમિયાન, મહાયુતિના સાથી ભાજપે જાહેરાત કરી છે કે તેઓ નવાબ મલિક માટે પ્રચાર નહીં કરે.

આ પણ વાંચો : એકબાજુ વિરોધ, બીજી બાજુ ઉમેદવારીઃ નવાબ મલિકના પરિવારમાંથી કોને મળી ટિકિટ?

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકના નામાંકનને લઇને મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વિવાદ થયો છે. ભાજપ નવાબ મલિક પર દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવી રહી છે અને અજિત પવારે તેમને ટિકિટ આપી દીધી છે. અજિત પવારની NCP ભાજપ અને શિંદે સેનાના ગઠબંધનમાં સામેલ છે. નવાબ મલિકને ટિકિટ આપવાની વાત ભાજપને બિલ્કુલ પસંદ નથી આવી. નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસે તો ત્યાં સુધી જણાવી દીધું કે નવાબ મલિકની ઉમેદવારીમાં સો ટકા સમસ્યા છે.

ફડણવીસે જણાવ્યું હતું કે ‘અમારું વલણ દાઉદ અથવા દાઉદના કેસ સાથે સંકળાયેલા કોઈને પ્રોત્સાહન આપવાનું નથી. અમે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સંકળાયેલા કોઈપણને ટિકિટ આપવાનું નહીં સ્વીકારીએ. અમે નવાબ મલિકને સમર્થન આપીશું નહીં અમે તેમના માટે પ્રચાર પણ નહીં કરીએ. અમે અમારું અલગ સ્ટેન્ડ રાખીશું.

આ પણ વાંચો : નવાબ મલિકના જમાઈ કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ

નવાબ મલિકની વાત કરીએ તો એક સમય હતો જ્યારે તેઓ શરદ પવારની નજીક મનાતા હતા. તેઓ મહા વિકાસ અઘાડી સરકારમાં મંત્રી હતા. દાઉદ સાથે સંકળાયેલા એક કેસમાં 2022માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ વર્ષે જુલાઇમાં તબીબી આધારે તેમને જામીન આપવામાં આવ્યા હતા. એનસીપીમાં વિભાજન થયા બાદ અજિત પવારની એનસીપીએ ભાજના વિરોધ છતાં તેમને પોતાના પક્ષમાં લીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker