Amreli: રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ પર જીવલેણ હુમલો, જાણો શું છે મામલો
Latest Amreli News: જાફરાબાદ જેટી (Jaffrabad jetty)પર માછીમારોના પાર્કિંગ મુદ્દે થયેલી માથાકૂટમાં અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અને રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીના (Rajula MLA Hira Solanki) જમાઈ ચેતન શિયાળ (Chetan Shiyal, president of Amreli district youth BJP) પર હુમલો કરવામાં આવ્યો હતો. તેને માથામાં કુહાડીના ઘા મારવામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ હીરા સોલંકી સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ ભાવનગર પહોંચી ગયા હતા. જાફરાબાદ જેટી પર માછીમારોના વાહન પાર્ક કરવાને લઈ મામલો વણસતાં આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈના હાથમાં પણ રિવોલ્વર જોવા મળી હતી. જોકે, પોલીસે આ મામલે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.
Also Read – Gujarat: પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની તબિયત લથડી, કરવી પડી એન્જિયોપ્લાસ્ટી…
ચંદ્રકાંતભાઈ શિયાળ અને તેની સાથે અન્ય લોકો માછીમારી કરીને પરત ફરતા હતાં, તે દરમિયાન ચંદ્રકાંતભાઈ અને અન્ય લોકો માછલી ખાલી કરવા જેટી પર જઈ રહ્યાં હતાં. ત્યારે યશવંત બારૈયાનું બરફ ભરેલું ટ્રેક્ટર રસ્તામાં આડુ પડ્યું હતું. જેને હટાવવાના મુદ્દે બંને પક્ષ તરફથી બોલાચાલી થઈ હતી. આ માથાકૂટ વધતાં ચંદ્રકાંતભાઈનો પુત્ર ચેતન શિયાળ પણ ત્યાં પહોંચ્યો હતો. બાદમાં ઝઘડો વધતાં તે મારામારીમાં બદલાઈ ગયો હતો. આ દરમિયાન આરોપીઓએ કુહાડી વડે જીવલેણ હુમલો કરી ચેઇન લૂંટી હોવાનો ચેતન શિયાળે આરોપ લગાવ્યો હતો.