સ્પોર્ટસ

‘અમે અન્ય ટીમોને બતાવ્યું કે ભારતીય ટીમને…’, ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલરનું મોટું નિવેદન

મુંબઈ: ભારતના પ્રવાસે આવેલી ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમે ભારતને ત્રણ મેચની સિરીઝ(IND vs NZ Test Series)ના પહેલા બે મેચમાં હરાવીને સિરીઝમાં અજેય લીડ મેળવી લીધી છે. ટોમ લાથમની કેપ્ટનશીપ હેઠળ ન્યુઝીલેન્ડની ટીમે ભારતીય ટીમના વતનમાં સતત 12 વર્ષથી ચાલી રહેલા વિજયરથને અટકાવ્યો છે. 12 વર્ષ બાદ ભારતીય ટીમ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હારી છે.

બંને મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે ભારત સામે બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમના ફાસ્ટ બોલરોએ શાનદાર બોલિંગ કરી, તો બીજી મેચમાં સ્પિનરોએ દબદબો બનાવ્યો હતો. ન્યુઝીલેન્ડ ટીમના આ શાનદાર પ્રદર્શન અંગે ટીમના સૌથી અનુભવી ફાસ્ટ બોલર ટિમ સાઉથી(Tim Southee) એ મોટું નિવેદન આપ્યું છે, તેણે કહ્યું છે કે અમે અન્ય ટીમોને બતાવ્યું છે કે કેવી રીતે ભારતને તેમના ઘરમાં જ હરાવી શકાય.
ન્યૂઝીલેન્ડ ટીમના ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ નિવેદનમાં ભારત સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં ટીમના શાનદાર પ્રદર્શન વિશે કહ્યું કે, જો તમે છેલ્લા 12 વર્ષના ઈતિહાસ પર નજર નાખો તો ભારતમાં કોઈ પણ ટીમ ટેસ્ટ સિરીઝમાં આટલું શાનદાર પ્રદર્શન કરી શકી નથી, ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. ભારતીય ટીમે વતનમાં સતત 18 ટેસ્ટ સિરીઝ જીતી હતી. ભારત અને ઑસ્ટ્રેલિયા એવી બે જગ્યાઓ છે જ્યાં ટેસ્ટ ક્રિકેટ રમવું કોઈ પણ ટીમ માટે સરળ કાર્ય નથી. મને બંને જગ્યાએ રમવાની મજા આવે છે કારણ કે અહીં ક્રિકેટ પ્રત્યે એક અલગ જ પ્રકારનો જુસ્સો છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ 1લી નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જેમાં ન્યુઝીલેન્ડની ટીમ મેચ જીતીને સીરીઝ 3-0થી જીતીને ભરતીય ટીમનો વ્હાઈટવોશ કરવા ઈચ્છશે. જ્યારે ભારતીય ટીમ છેલ્લી મેચ જીતી શાખ બચાવવાનો પ્રયાસ કરશે.

Also Read – INDvsNZ: બૂમરાહને આરામ, આ યુવા ફાસ્ટ બોલરને મળશે તક?

ટીમ ઈન્ડિયા આ મેચમાં પ્લેઈંગ 11માં કેટલાક ફેરફાર સાથે મેદાનમાં ઉતરી શકે છે, ઓસ્ટ્રેલિયા પ્રવાસને ધ્યાનમાં રાખીને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે, અને હર્ષિત રાણાને તક મળી શકે છે. આ ઉપરાંત આકાશ દીપની જગ્યાએ સિરાજને સ્થાન મળી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker