નેશનલસ્પોર્ટસ

એશિયન ગેમ્સમાં ભારતે ક્રિકેટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો…

આજે એશિયન ગેમ્સનો આજે 14મો અને છેલ્લો દિવસ છે. આવતીકાલે આ ટુર્નામેન્ટની કિકીંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ માટે આજે છેલ્લી તક છે મેડલ જીતવાની. આ વખતે 100 મેડલ લાવવાનું ભારતીય ખેલાડીઓએ નક્કી કર્યું હતું. ત્યારે ભારતીય ખેલાડીઓએ આ સવ્પ્નને સાકાર કર્યું છે. એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ તેમનું કૌશલ્ય બતાવીને 100થી પણ વધુ મેડલ મેળવ્યા છે. ભારતે 13માં દિવસે કુલ 95 મેડલ જીત્યા હતા, જ્યારે 6 અન્ય મેડલ પણ કન્ફર્મ થઈ ગયા છે. આ સ્થિતિમાં ભારતે 100 મેડલનો આંકડો પાર કરી લીધો છે.

એશિયન ગેમ્સની મેન્સ ક્રિકેટ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 18.2 ઓવરની મેચ રમી હતી જ્યારે વરસાદના કારણે મેચમાં વિક્ષેપ પડ્યો હતો અને અફઘાનિસ્તાન કરતા વધુ સારી રેન્કિંગને કારણે ટીમ ઈન્ડિયાને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો. જ્યારે અફઘાનિસ્તાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

હાંગઝોઉમાં વરસાદને કારણે મેચ પૂર્ણ થઈ શકી ન હતી, ત્યારબાદ ટીમ ઈન્ડિયાને સારા પ્રદર્શનના આધારે વિજેતા જે જાહેર કરવામાં આવી હતી. મહિલા ક્રિકેટ બાદ ભારતે પુરૂષ ક્રિકેટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

એશિયન ગેમ્સમાં 2023માં ભારતનો આ 23મો ગોલ્ડ મેડલ છે. મેડલની કુલ સંખ્યા 103 પર પહોંચી ગઈ છે. આજે ક્રિકેટમાં બીજી મેચ પણ બ્રોન્ઝ મેડલ માટે રમાઈ હતી જેમાં જે બાંગ્લાદેશે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. તે મેચનું પરિણામ પણ ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ નક્કી કરવામાં આવ્યું હતું. બંને મેચ હેંગઝોઉના પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ ફિલ્ડમાં રમાઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button