નેશનલ

જ્યાં EVMની બેટરી 99% ચાર્જ્ડ, ત્યાં ભાજપની જીત? કોંગ્રેસે EVM પર નવેસરથી પ્રશ્નો ઉઠાવ્યા

નવી દિલ્હી: કોંગ્રેસ અને વિપક્ષી પક્ષો છેલ્લા ઘણા સમયથી ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવી રહ્યા છે, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન(EVM)માં ગેરરીતી મામલે ચર્ચા થતી રહે છે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી(Manish Tiwari)એ ફરી EVMનો મુદ્દો ઉઠાવ્યો છે, તેમણે સવાલ કર્યો કે એ કેવી રીતે શક્ય છે કે મતદાનના આખા દિવસ પછી પણ EVMની બેટરી 99% ચાર્જ રહે.

મનીષ તિવારીએ પ્રશ્ન કર્યો કે સવારથી સાંજ સુધી ચાલતું મશીન અને પછી તેને બંધ કરીને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે, તેની બેટરી આટલી આવરદા કેવી રીતે હોઈ શકે? તેમણે ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે કલમ 324 હેઠળ નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની જવાબદારી તેમની છે, તો પછી ઈવીએમનું સમર્થન કેમ કરવામાં આવે છે?

Also read: ICAI CA ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ 2024ના પરિણામ થયા જાહેર

મનીષ તિવારીએ કહ્યું કે લોકશાહીમાં વિશ્વસનીયતા એટલી મહત્વપૂર્ણ છે કે તેને ટેક્નોલોજી પર છોડી શકાય નહીં. ઘણા દેશો, જેમણે પહેલા EVM નો ઉપયોગ કર્યો હતો, હવે તેમને આ સિસ્ટમ છોડી દીધી છે અને પેપર બેલેટ તરફ પાછા ફર્યા છે. ચૂંટણી પંચે પણ આ અંગે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને ભારતમાં પેપર બેલેટ પર પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.

મનીષ તિવારી ઉપરાંત પવન ખેરાએ પણ EVM પર સવાલ ઉઠાવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે હરિયાણાના હિસાર, મહેન્દ્રગઢ અને પાણીપતમાંથી EVM ખરાબ થવાની ફરિયાદો મળી હતી. તેમણે કહ્યું કે ભાજપ 99% ચાર્જ્ડ બેટરીવાળા ઈવીએમ પર જીત્યું, જ્યારે કોંગ્રેસ 60-70% ચાર્જ્ડ બેટરીવાળા ઈવીએમ પર જીતી. આ એક સંયોગ ન હોઈ શકે અને આ ચૂંટણી પ્રક્રિયા પર શંકા ઉભી કરે છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે શું આ કોઈ કાવતરું નથી? કે જ્યાં ઈવીએમનું બેટરી લેવલ વધારે હતું ત્યાં ભાજપની જીત થઈ અને જ્યાં બેટરીનું લેવલ ઓછું હતું ત્યાં કોંગ્રેસની જીત થઇ. કોંગ્રેસના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 12 થી 14 બેઠકો પર આવી ફરિયાદો આવી છે.

Also read: મુરાદાબાદમાં દૂધવાળાએ કરી આવી હરકત, વીડિયો થયો વાયરલ…

જો કે ચૂંટણી પંચે આ તમામ આરોપોને ફગાવી દીધા છે. પંચનું કહેવું છે કે ઈવીએમમાં કોઈપણ પ્રકારની છેડછાડ શક્ય નથી અને દરેક પગલા પર સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker