Happy Birthday: બર્થ ડેના દિવસે જ અભિનેત્રીને મળ્યો જીવનસાથી?
બોલીવૂડના સ્ટાર કિડ્સ જેટલા ફેમસ છે તેટલા બદનામ પણ છે. આ કિડ્સમાં ટેલેન્ટ ન હોવા છતાં તેમને બિગ બેનરની ફિલ્મો મળી જાય છે તેવી ટીકા વારંવાર થતી રહે છે. આ ટીકાનો સામનો આજની બર્થ ડે ગર્લે પણ કર્યો છે, પણ ધીમે ધીમે તે પોતાના કામના જોરે ફેન્સ બનાવતી રહી છે.
આજે તેનો 27મો જન્મદિવસ છે અને આ ઉંમર જીવનસાથી પસંદ કરવાની શ્રેષ્ઠ ઉંમર માનવામાં આવે છે, અભિનેત્રી તો આ મામલે કંઈ બોલી નથી પણ તેના રૂમર્ડ બૉયફ્રેન્ડની એક પોસ્ટ વાયરલ થઈ છે અને તેની ચર્ચાઓ થઈ રહી છે.
અભિનેત્રીનું આ વર્ષે અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપ થયું હતું. આદિત્ય સાથેના બ્રેકઅપ બાદ અનન્યાનું નામ વોકર બ્લેન્કો સાથે જોડાવા લાગ્યું.
હવે અનન્યાના જન્મદિવસ પર, વોકર બ્લેન્કોએ અભિનેત્રી સાથેના તેના સંબંધોને સત્તાવાર બનાવી દીધા છે. વોકર બ્લેન્કોએ અનન્યાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ઈન્સ્ટાસ્ટોરી પર અનન્યાનો સુંદર ફોટો પોસ્ટ કરતા તેણે લખ્યું- હેપ્પી બર્થડે બ્યુટીફુલ. તું ખૂબ જ ખાસ છો.. અહીં સુધી તો બધું બરાબર હતું, પણ પછી વૉકરે તેને આઈ લવ યુ કહી નાખ્યું છે. વૉકરની આ પોસ્ટ પછી અનન્યાી લવલાઈફ સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાવા લાગ્યા અને ચાહકોનું કહેવું છે કે તેણે આ સંબંધને ઇન્સ્ટા પર ઓફિશિયલ કરી દીધો છે.
વૉકર અનંત અંબાણના વનતારા સાથે જોડાયેલો છે. અનન્યા અને તે અંબાણીના લગ્નના સમારંભોમાં જ મળ્યા હતા અને આ લવ સ્ટોરીની શરૂઆત આપણા ગુજરાતના જામનગરમાં જ થઈ છે. જોકે અંબાણીના લગ્ન સમારંભો સમયે અનન્યાનું નામ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે પણ જોડાયું હતું.
Also Read – 26 વર્ષે લક્ઝુરિયસ કાર કલેક્શન અને કરોડોની પ્રોપર્ટીની માલિક છે આ બ્યુટીફૂલ એક્ટ્રેસ…
અનન્યા પાંડેના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેણે 2019માં સ્ટુડન્ટ ઑફ ધ યર 2 સાથે ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે પતિ પત્ની ઔર વોમાં જોવા મળી હતી. તેણે ખાલી પીલી, ગહરિયાં, ડ્રીમ ગર્લ 2, ખો ગયે હમ કહાં, સીટીઆરએલ જેવી ફિલ્મો કરી છે. તે કોલ મી બેમાં જોવા મળી હતી. અનન્યા ધીરે ધીરે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવી રહી છે.
અનન્યા હેપ્પી બર્થ ડે