વધુ બાળકો પેદા કરવા Chinaની સરકાર દંપતીઓને આપી રહી છે સબસિડી અને ટેક્સમાં રાહત
નવી દિલ્હી: દક્ષીણ ભારતની વસ્તીમાં વૃદ્ધોના પ્રમાણમાં થઇ રહેલા વધારા અંગે આધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિન ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે અને લોકોને વધુ બાળકો પેદા કરવા જાહેરમાં આપીલ કરી ચુક્યા છે, તેમના નિવેદન પર વિવાદ પણ થયો છે. એવામાં ચીનની સરકાર પણ સતત ઘટી રહેલા જન્મ દર બાબતે ચિંતિત છે. ચીને જન્મ દર વધારવા ઘણી નીતિઓ જાહેર કરી છે.
અહેવાલ મુજબ બાળકના જન્મ પર સબસિડી આપવામાં આવી રહી છે અને વધુ બાળકો જન્મવા પર પરિવારના સભ્યોને ટેક્સમાં રહાત આપવા જેવી નીતિઓ લાગુ કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય લોકોને વધુને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે જેથી કરીને જન્મ દર વધારી શકાય.
ચીનની સ્ટેટ કાઉન્સિલે સોમવારે આ સંબંધમાં નિર્દેશ જાહેર કર્યા છે. જેમાં, ડિલિવરી સપોર્ટ સર્વિસ વધારવી, ચાઈલ્ડ કેર સિસ્ટમનો વિસ્તાર કરવો, શિક્ષણ, આવાસ અને રોજગારમાં મદદ પૂરી પાડવા જેવી 13 મુદાઓની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત બાળકોના જન્મ માટે સાનુકૂળ સામાજિક વાતાવરણ ઊભું કરવું એ પણ સરકારની પ્રાથમિકતા છે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે નવી નીતિઓના આધારે ચાઈલ્ડ બર્થ સબસિડી સિસ્ટમમાં સુધારો કરવામાં આવશે.
સ્ટેટ કાઉન્સિલે લગ્ન અને સબાળકો પેદા કરવા માટે નવા વલણને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. કાઉન્સિલે જણાવ્યું કે યોગ્ય ઉંમરે લગ્નનું મહત્વ અને માતા-પિતા દ્વારા બાળકોની સંયુક્ત સંભાળ વિષે સમાજને પ્રોત્સાહિત કરવો જોઈએ. તેમાં બહેતર ડીલીવરી ઈન્સ્યોરન્સ, મેટરનિટી લીવ, સબસિડી અને બાળકો માટે તબીબી સુવિધાઓનો સમાવેશ થાય છે. કાઉન્સિલે સ્થાનિક સરકારોને બાળ સંભાળ કેન્દ્રો માટે બજેટ ફાળવવા અને આવી સેવાઓ માટે ટેક્સ અને ફીમાંથી મુક્તિ આપવા ભલામણ કરી છે.
Also Read – તણાવનો અંત: LAC પર India અને Chinaની સેના પાછળ હટી, આજથી પેટ્રોલિંગ શરુ
ચીનની વસ્તી 1.4 અબજ છે. ગયા વર્ષે ચીનમાં જન્મ દર રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો હતો. સૌથી વધુ વસ્તીની બબાતે ભારતે ચીનને પાછળ છોડી દીધું છે અને ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે.