દિવાળી પહેલાં પેટ્રોલ – ડીઝલ પંપ ડીલરોને મોટી ભેટ, જાણો ભાવ ઘટશે કે નહીં…
Petrol Diesel Price: દિવાળી પહેલાં ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ પંપ ડીલરોને મોટી ભેટ આપી છે. ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલ પંપ ડીલરોનું કમીશન વધારવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. નવા કમીશન 30 ઓક્ટોબરથી લાગુ થશે. ઓઈલ કંપનીઓએ કહ્યું કે, ડીલરોનું કમીશન વધાર્યા બાદ પણ ડીઝલ-પેટ્રોલના ભાવ નહીં વધે. ગ્રાહકોને લાભ પહોંચાડવા માટે આંતર રાજ્ય માલ પરિવહનને તર્કસંગત બનાવવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી અનેક જગ્યાએ ગ્રાહકોને સસ્તું પેટ્રોલ અને ડીઝલ મળશે.
આ પણ વાંચો : Petrol-Diesel: મેરઠમાં પકડાઈ નકલી પેટ્રોલ-ડીઝલની ફેક્ટરી, એક દિવસની કમાણી હતી અધધ…
છેલ્લે ભાવમાં ક્યારે થયો હતો બદલાવ
આ વર્ષે માર્ચ 2024માં અંતિમ વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં બદલાવ થયો હતો. જે બાદ ભાવ સ્થિર છે.
આ પણ વાંચો : પેટ્રોલ પંપ પર જાવ ત્યારે માત્ર 0 જ નહીં પણ આ વાતનું પણ રાખો ખાસ ધ્યાન, નહીંતર…
કેવી રીતે ચેક કરશો ભાવ
વાહનચાલકો ઓઈલ કંપનીઓની સત્તાવાર વેબસાઇટ પર જઈને લેટેસ્ટ ભાવ ચેક કરી શકે છે. આ ઉપરાંત ઈન્ડિયન ઓયલની એપ પર પણ લેટેસ્ટ ભાવ હોય છે. તેમજ એસએમએસ દ્વારા પણ ભાવ ચેક કરી શકાય છે. આ માટે 9224992249 પર પેટ્રોલ પંપનો ડીલર કોડ લખીને મોકલવો પડશે. ઈન્ડિયન ઓયલની વેબસાઈટથી પેટ્રોલ પંપનો ડીલર કોડ મળી શકે છે.