ASSEMBLY ELECTION: મહાયુતિમાં ભાજપ, મહાવિકાસ આઘાડીમાં કૉંગ્રેસ મોટો ભાઈ
288 બેઠક પર ઉમેદવાર જાહેર: ભાજપ 148, શિવસેના 85 અને એનસીપી 51 સાથી પક્ષો-4
કૉંગ્રેસ 102, શિવસેના (યુબીટી) 96, એનસીપી-એસપી 87 પાંચ બેઠકો પર સાંગલી પેટર્ન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીનો જંગ ખરા અર્થમાં હવે શરૂ થયો છે. અનેક બેઠકો પર ઉમેદવાર બદલાવાના સત્ર બાદ અરજી દાખલ કરવાની છેલ્લી તારીખ બાદ હવે મહાયુતિ અને મહાવિકાસ આઘાડીની અંતિમ બેઠક વહેંચણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે.
એમવીએએ નાના સહયોગી પક્ષોને 8 બેઠકો છોડી છે અને રાજ્યમાં પાંચ જગ્યાએ એમવીએના ઘટક પક્ષો વચ્ચે સાંગલી પેટર્ન અપનાવવામાં આવી છે. મહાયુતિ અને મહાવિકાસ આઘાડી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
બંને ગઠબંધન વચ્ચે બેઠક ફાળવણીની ચર્ચા એટલી લાંબી ચાલી કે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસ સુધી ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જો કે છેલ્લા દિવસ સુધી મહાવિકાસ આઘાડીમાં બેઠકોની ફાળવણીનો અણબનાવ ઉકેલાયો ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષોએ પાંચ જગ્યાએ બે-બે ઉમેદવારો (સાંગલી પેટર્ન) આપ્યા છે.
મહાવિકાસ વિકાસ આઘાડીમાં કોંગ્રેસ, એનસીપી શરદ પવાર જૂથ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મળીને 285 ઉમેદવારો ઊભા રાખ્યા છે. આમાંથી પાંચ જગ્યાએ બે પક્ષોએ એકબીજા સામે ઉમેદવારો આપ્યા છે. એટલે કે આ ત્રણેય પક્ષો 280 બેઠકો પર સાથે મળીને લડવાના છે. બાકીની 8 બેઠકો નાના સાથી પક્ષો માટે છોડી છે.
આપણ વાંચો: હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિના કોંગ્રેસના આરોપોને ચૂંટણી પંચે ફગાવ્યા, ચેતવણી પણ આપી…
મહાવિકાસ અઘાડી બેઠક ફાળવણીની અંતિમ ફોમ્ર્યુલા- કોંગ્રેસ – 102, શિવસેના (ઞઇઝ) – 96, રાષ્ટ્રવાદી (જઙ) – 86, સમાજવાડી – 02, શેકાપ-02.
મહાવિકાસ આઘાડીના 2 ઉમેદવારો કયા મતવિસ્તારમાં?
મિરજ વિધાનસભા મતવિસ્તાર | |
શિવસેના (યુબીટી) | તાનાજી સાતપુતે |
સાંગોલા વિધાનસભા મતવિસ્તાર | |
શિવસેના (યુબીટી) | દીપક અબા સાલુંખે |
શિવસેના (યુબીટી) | દીપક અબા સાલુંખે |
શેકાપ – | બાબાસાહેબ દેશમુખ |
દક્ષિણ સોલાપુર વિધાનસભા મતવિસ્તાર | |
કોંગ્રેસ | દિલીપ માને |
શિવસેના (યુબીટી) | અમર પાટીલ |
પંઢરપુર વિધાનસભા મતવિસ્તાર | |
કોંગ્રેસ | ભગીરથ ભાલકે |
એનસીપી (એસપી) | અનિલ સાવંત |
પરાંડા વિધાનસભા મતવિસ્તાર | |
શિવસેના (યુબીટી) | રણજીત પાટીલ |
એનસીપી (એસપી) | રાહુલ મોટે |
દિગ્રસ વિધાનસભા મતવિસ્તાર | |
શિવસેના (યુબીટી) – | પવન જયસ્વાલ |
કોંગ્રેસ | માણિકરાવ ઠાકરે |
મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષોએ પોતપોતાના ઉમેદવારોને એબી ફોર્મ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ તેના કારણે છ જગ્યાએ બે ઉમેદવારો રહ્યા છે. હવે આ બેઠકો પર કોણ પીછેહઠ કરે છે કે મૈત્રીપુર્ણ લડત થાય છે તે જોવાનું રહેશે.
ભાજપ 148, શિંદે જૂથ 85 અને અજિત પવાર 51
ભાજપે 148 બેઠકો પર કમળના ચિન્હ પર ઉમેદવારો આપ્યા છે અને ઘણી જગ્યાએ ઘટક પક્ષોમાંથી તેના નેતાઓને નામાંકિત કર્યા છે. આ બેઠકોની વહેંચણીમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને 85 અને અજિત પવાર જૂથને 51 બેઠકો મળી છે. બાકીની 07 બેઠકો સાથી પક્ષોને છોડી દેવામાં આવી છે.
મહાયુતીમાં સીટ વહેંચણીની વાટાઘાટો શરૂ થયા પછી, ભાજપે લીડ લીધી અને 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. ત્યાર બાદ 22 ઉમેદવારોની બીજી યાદી, 25 ઉમેદવારોની ત્રીજી યાદી અને 2 નામોની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં કુલ 148 ઉમેદવારો મેદાનમાં આવ્યા હતા. શિવસેના શિંદે જૂથે પ્રથમ યાદીમાં 45, બીજી યાદીમાં 20, ત્રીજી યાદીમાં 13 અને છેલ્લી ચોથી યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સત્તા માટે પારિવારિક સંઘર્ષ…
આમાંથી 2 બેઠકો પર સાથી પક્ષોને સમર્થન આપવામાં આવ્યું છે. એનસીપી અજિત પવાર જૂથે પ્રથમ યાદીમાં 38, બીજી યાદીમાં 7, ત્રીજી યાદીમાં 4 અને છેલ્લી યાદીમાં 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ ઉપરાંત મહાયુતીએ તેના સહયોગી પક્ષોને 4 બેઠકો આપી છે. મહાયુતિએ 3 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી નથી.
2019ની ચૂંટણીમાં ભાજપે 164 બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમાંથી 105 બેઠકો જીતી હતી. આ વખતે ભાજપે મહાયુતિ ધર્મને અનુસરીને 16 ઓછી બેઠકો પર ચૂંટણી લડી છે. વાટાઘાટોમાં શિંદે જૂથ 85 બેઠકો સુધી પહોંચી ગયું છે. અજિત પવાર જૂથે માત્ર 51 બેઠકો પર જ સમાધાન કરવું પડ્યું છે.