હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિના કોંગ્રેસના આરોપોને ચૂંટણી પંચે ફગાવ્યા, ચેતવણી પણ આપી…
![Election Commission rejects Congress's charge of counting delay](/wp-content/uploads/2024/10/election-commision-reject-congress-.webp)
Election Commission: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં (Haryana Assembly Elections) ગેરરિતી થયા હોવાના કોંગ્રેસના આરોપને ચૂંટણી પંચે (election commission) ફગાવી દીધા હતા. ચૂંટણી પંચે એક નિવેદન જાહેર કરીને કહ્યું, કોંગ્રેસ તથા અન્ય રાજકીય પક્ષોએ મતદાન અને મત ગણતરીના દિવસે ગોટાળા થયા હોવાના આરોપ લગાવ્યા હતા. પંચે કહ્યું, આવા પાયાવિહોણા આરોપથી લોકોમાં અશાંતિ ફેલાઈ શકે છે.
આ પણ વાંચો : સરદાર પટેલને ભારત રત્નથી વંચિત રખાયા: Run for Unity વખતે અમિત શાહે આપ્યું મોટું નિવેદન
ચૂંટણી પંચે કોંગ્રેસ પાર્ટીને ચૂંટણી પછી પાયાવિહોણા આક્ષેપો કરવાથી દૂર રહેવા પણ પત્ર લખ્યો છે. આ સાથે ચૂંટણી પંચે છેલ્લા એક વર્ષના આવા પાંચ ચોક્કસ મામલાઓ પણ ટાંક્યા છે. આ મામલાઓનો ઉલ્લેખ કરતા પંચે કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટીએ કોઈપણ પુરાવા વિના ચૂંટણી પંચ પર આવા આરોપ લગાવવાથી બચવું જોઈએ. ચૂંટણી પંચે, કોંગ્રેસને લખેલા પત્રમાં, ‘સામાન્ય’ શંકાનો દાવો કરીને હવા બનાવવાનો આરોપ મૂક્યો હતો અને કોંગ્રેસને આવા વલણોને રોકવા માટે નક્કર પગલાં લેવા વિનંતી કરી હતી.
મુખ્ય ચૂંટણી કમિશનરે મંગળવારે ઝારખંડ, મહારાષ્ટ્ર અને તેમના સરહદી રાજ્યોના મુખ્ય સચિવો, ડીજીપી અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે રાજકીય રીતે પ્રેરિત ગુનાઓને રોકવા માટે અસરકારક પગલાં લેવા જોઈએ.
આ પણ વાંચો : પ્રિયંકા ગાંધીએ ચૂંટણી પ્રચારમાં મધર ટેરેસાને કર્યા યાદ, શેર કર્યો બાળપણનો કિસ્સો…