ફડણવીસ અને રાઉતની મુલાકાતે ચર્ચા જગાવી, જોઈ લો?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના મહાસંગ્રામમાં અત્યારે મહા વિકાસ આઘાડીના પક્ષો અને મહાયુતિના પક્ષો આમનેસામને જીતવા માટે આરોપ-પ્રત્યારોપ કરીને સત્તામાં આવવા માટે મોટા મોટા વચનો કરી રહ્યા છે તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ-યુબીટી)ના સાંસદ સંજય રાઉતની વાઈરલ તસવીરે સૌમાં ચર્ચા જગાવી છે કે દાળમાં કંઈ કાળું છે કે નહીં.
અલબત્ત, મહારાષ્ટ્રની રાજનીતિ બગાડનાર નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરનાર સંજય રાઉત અને સંજય રાઉતને મહત્વ નથી આપતો તેમ કહેનાર દેવેન્દ્ર ફડણવીસનો સાથે ફોટો હાલમાં ચર્ચામાં છે. દેવેન્દ્ર ફડણવીસે આને ‘ફોટો ઓફ ધ ડે’ ગણાવ્યો હતો.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપે વધુ 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા: ઉમેદવારોનો આંકડો 148
એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસ અને સંજય રાઉતની મુલાકાત થઈ હતી. તે મુલાકાત દરમિયાન બંને નેતાઓ મળ્યા હતા અને શુભેચ્છા મુલાકાત કરી હતી. આ તસવીરને શુભેચ્છા મુલાકાત ગણાવવામાં આવતી હોય પણ સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસ જ્યારે એકબીજા સાથે હસતા અને હાથ મિલાવતા જોવા મળ્યા હોવાથી ચર્ચા જગાવી હતી.