PM Modi બુધવારથી ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે, એકતા દિવસની ઉજવણીમાં થશે સામેલ
PM Modi Gujarat Visit: પીએમ મોદી બુધવાર, 30 ઓક્ટોબરના રોજ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી કેવડિયાની મુલાકાત લેશે અને એક્તાનગરમાં સાંજે 5.30 કલાક 280 કરોડ રૂપિયાથી વધારેના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. જે બાદ તેઓ આરંભ 6.0 અંતર્ગત 99માં કોમન ફાઉન્ડેશન કોર્સમાં ટ્રેઈની ઓફિસર્સને સંબોધન કરશે.
આ પણ વાંચો: પીએમ મોદીએ કર્યું U-Win પોર્ટલ લોન્ચ
31 ઓક્ટોબરે સવારે 7.15 કલાક પીએમ મોદી સ્ટેચ્યૂ ઓફ યૂનિટી એટલે કે સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરશે. જે બાદ સરદાર પટેલની જન્મ જંયતિના અવસર પર રાષ્ટ્રીય એકતા દિવસ મનાવવામાં આવશે. પીએમ મોદી જે વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે તેનો હેતુ પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવું, કનેક્ટિવિટીમાં સુધારો લાવવો તથા સમગ્ર વિસ્તારમાં સ્થિરતા લાવવાનો છે.
આ પણ વાંચો: રાજકોટમાં પીએમ મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રોજગાર મેળાનું લોકાર્પણ કરાયું.
આરંભ 6.0 અંતર્ગત રાષ્ટ્રીય એક્તા દિવસની પૂર્વ સંધ્યા પર તેઓ આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે રોડમેપ વિષય પર ટ્રેઈની ઓફિસર્સને સંબોધન કરશે. સરદાર પટેલની જન્મજયંતિ પર, વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે પીએમ મોદી સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે અને એકતા દિવસના શપથ લેવડાવશે.તેમજ એકતા દિવસની પરેડ નિહાળશે. ગઈકાલે પણ પીએમ મોદી ગુજરાતમાં હતા અને વડોદરા તથા અમરેલીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.